Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ શહેરમાં જાહેરમાં ધુમ્રપાન કરનારા દંડાયા

Share

 

(કાર્તિક બાવીશી )વલસાડના શહેરી વિસ્‍તારોમાં વિવિધ સ્‍થળોએ ધુમ્રપાન નિતિનિયમોનું પાલન ન કરતા અને જાહેર સ્‍થળ ઉપર ધુમ્રપાન કરતા લોકો તેમજ પાનના ગલ્લા વાળઓની આરોગ્‍ય અધિકારીના પ્રતિનિધિઘ ફુડ અને ડ્રગ્‍સ વિભાગ તેમજ પોલીસ અધિકારીની સ્‍કવોડ ટીમે આકસ્‍મિક તપાસ હાથ ધરી હતી. જેમાં જાહેરમાં ધુમ્રપાન કરતા ૨ વ્‍યક્‍તિ અને ૧૬ પાનના ગલ્લાવાળા મળી કુલ ૧૮ વ્‍યક્‍તિઓ પાસેથી ૩૫૫૦ રૂપિયાનો દંડ વસુલ કરાયો હતો. આ તપાસ દરમિયાન ૧૮ વર્ષથી ઓછી વયના વ્‍યક્‍તિઓને તમાકુનું વેચાણ નહીં કરવા તેમજ ધુમ્રપાન ન કરવા અંગે ૬૦ બાય ૩૦ નું મોટું બોર્ડ લગાવવા સૂચના આપી હતી.

Advertisement

ડીસ્‍ટ્રીકટ કંટ્રોલ સેલમાં આરોગ્‍ય વિભાગના ડૉ.મનોજ પટેલ, ફૂડ અને ડ્રગ્‍સ વિભાગના વી.ડી.પટેલ તથા પોલીસ વિભાગના આર.સી.મકવાણા તથા ડિસ્‍ટ્રિકટ ટોબેકો કંટ્રોલ સેલ- આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.


Share

Related posts

સાગબારા સહિત પૂર્વ પટ્ટાના આદિજાતિ વિસ્તારોમાં જાતિ દાખલા મેળવવામાં ભારે તકલીફ — તાત્કાલિક તપાસની માંગ

ProudOfGujarat

અંકલેશ્વર પાનોલી હાઇવે ઉપર થી અનઅધિકૃત સળીયા ના જથ્થા સાથે ૫ શખ્સો ને ઝડપી પાડી અંદાજીત ૯૦ લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો……

ProudOfGujarat

ઝઘડિયા : લોક ડાઉન વધવાની અફવાનો લાભ લઈ ગુટખાનું વેચાણ કરતા કાળા બજારીયાઓ સક્રિય બન્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!