Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના કાવી-કંબોઇ ખાતે દરિયા કિનારે ડોલ્ફીન માછલીઓ દેખા દેતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું.

Share

ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના કાવી-કંબોઇ ખાતે દરિયા કિનારે આજરોજ 3 જેટલી ડોલ્ફીન માછલીઓ જોવા મળી હતી. દરિયામાં કિનારા વિસ્તાર ઉપર પાણી ઓછું હોવાને કારણે ત્રણેય ડોલ્ફીન માછલીઓ પાણીની બહાર આવી ગઇ હતી. ડોલ્ફીન માછલીઓ દેખાવાની જાણ થતાં આજુબાજુના સ્થાનીક રહીશો દરિયા કિનારે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા ત્રણેય ડોલ્ફીન માછલીઓને પાણીની અંદર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી પાણીની ભરતી આવે તો ડોલ્ફીન માછલીઓ પાછી દરિયાના ઊંડા પાણીમાં તરતી થઇ જાય. ત્રણેય ડોલ્ફીન માછલીઓ પૈકી એકનું વજન અંદાજે બે ક્વિન્ટલ જેટલું હતું તેમજ બીજી બે અન્ય ડોલ્ફીન માછલીનું વજન એક એક ક્વિન્ટલ હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

Share

Related posts

ભારતીય બનાવટનાં ઇંગ્લિશ દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર પોલીસ.

ProudOfGujarat

ભરૂચ : કોલીવાડા ગામે ક્રસર પ્લાન્ટ નાંખવા બાબતે ઉભો થયેલો વિવાદ.

ProudOfGujarat

ગુજરાત સરકારે નર્મદા કેનાલ આધારિત ખેડૂતોને સિંચાઈનું પાણી બંધ કરતા ખેડૂતોમાં રોષ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!