Proud of Gujarat
GujaratFeaturedINDIA

આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે એકલવ્‍ય સ્‍કૂલ પારડીની મુલાકાત લીધી

Share

(કાર્તિક બાવીશી )વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે પારડી ખાતે અતુલ વિદ્યામંદિર એકલવ્‍ય મોડેલ રેસીડેન્‍સીયલ સ્‍કૂલની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ શાળામાં ડીજીટલાઇઝેશન તેમજ ઓડિયો વિઝયુઅલથી અભ્‍યાસ તેમજ ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ બદલ પ્રસંશા કરી હતી. શાળાની વિદ્યાર્થીની પૂજાબેન રાજેશભાઇએ ગુજરાત સ્‍ટેટ ટ્રાયબલ એજ્‍યુકેશન સોસાયટી, ગાંધીનગર સંચાલિત તમામ શાળાઓના વિદ્યાર્થીઓમાંથી ૯૧.૬૬ % સાથે પ્રથમ ક્રમાંક મેળવવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. આ મુલાકાત દરમિયાન સંસ્‍થાના ચેરમેન સ્‍વાતીબેને કામગીરીની જાણકારી આપી હતી. આ અવસરે શાળાના આચાર્ય, શાળા પરિવાર હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ સ્ટેશનરોડ પાસે ફ્રૂટ માર્કેટને હોકર્સ ઝોન બનાવવાના હેતુથી હંગામી રીતે સ્થળાંતર કરાયું.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં સ્ટેશન સર્કલ પાસેથી શંકાસ્પદ મોબાઇલો સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે પાલેજ તેમજ ભરૂચ પોલીસ દ્વારા પાલેજ તેમજ ટંકારિયામાં ફ્લેગ માર્ચ યોજાઇ હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!