Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ફ્રુટના કેરેટની આડમાં લઇ જવાતો મસમોટો પરપ્રાંતીય ઇગ્લીશનો દારૂ જથ્થો પકડી પાડતી ધોધારોડ પોલીસ ટીમ

Share

કિશન સોલંકી (ભાવનગર)
ઇંગ્લીસ દારૂની બોટલ નંગ-૩૯૬ કુલ કિં.રૂા.૧,૧૮,૮૦૦/- તથા એક એકટીવા મો.સા. તથા અતુલ શકિત લોડીગ રિક્ષા કિ.રૂા.૧,૧૦,૦૦૦/- તથા રોકડ અને મોબાઇલ સહિત એમ કુલ કિ.રૂા.૨,૩૯,૮૦૦/- ના મુદામાલ..
ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી ઠાકર સાહેબનાઓએ ભાવનગર શહેરમાં ચાલતી દારુની પ્રવૂતીને નેસ્તનાબુદ કરવા સારુ સુચના આપેલ હોય અને ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. શ્રી ઇશરાણી સાહેબએ પણ આ માટે મક્કમતા બતાવી પોલીસ સ્ટાફને કડક હાથે કામ કરવા સુચના કરતા શરૂરાત્રીના એ.એસ.આઇ એમ.એમ.મુનશી તથા ડી.આર.ચુડાસમા તથા હેડ કોન્સ વાય.એન.જાડેજા તથા પો.કોન્સ. જયદિપસિંહ જાડેજા તથા કિર્તીસિંહ રાણા તથા જયદિપસિંહ ગોહિલ તથા ફારૂકભાઇ મહિડા તથા ખેંગારસિંહ ગોહિલ તથા ચિંતનભાઇ મકવાણા તથા ગોરધનભાઇ ખેરાળા વિ. પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. શ્રી ફારૂકભાઇ મહીડાને ખાનગી બાતમી મળેલ કે પ્રવિણભાઇ ઉર્ફે શામજીભાઇ રાઠોડ રહે.ઉતર કૃષ્ણનગર વણકરવાસ ભાવનગરવાળો અતુલ લોડીંગ રીક્ષામાં ફ્રુટ કેરેટની આડમાં ગે.કા પરપ્રાતીય ઇગ્લીશ દારૂ ભાવનગરમાં લાવવાની પેરવી કરી રીક્ષાનું પાઇલોટીંગ કરે છે જે હકિકત આધારે રેઇડ ઉત્તર કૂષ્ણનગર, વણકરવાસ ખાતે રેઇડ કરતા ઉપરોકત ઇસમ પરપ્રાતીય ઇગ્લીશ દારૂની પ્રિમીયમ બ્લેન્ડ સેન્ટ્રલ પ્રોરોવાઇન્સ સુપીરીપર ગ્રેઇન વ્હીસ્કી કુલ ૩૩ પેટીમાં કુલ નંગ-૩૯૬ જેની કુલ કિ.રૂા.૧,૧૮,૮૦૦/- તથા અતુલ રિક્ષાની કિ.રૂા.૭૫,૦૦૦/- તથા એકટીવા મો.સા.ની કિ.રૂા.૩૫,૦૦૦/- તથા રોકડ રૂા ૧૦,૪૦૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઇલ કિ રૂા ૫૦૦/- તથા ફ્રુટ કેરેટ કિ.રૂા.૧૦૦/- મળી કુલ કિ.રૂા.૨,૩૯,૮૦૦/- ના મુદામાલ સાથે મળી આવેલ અને રેઇડ દરમ્યાન મજકુર મનસુખભાઇ ધુડાભાઇ ચમાર, રહે.મોટાસુરકા વાળો નાશી ગયેલ હોય તેના વિરુધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશન માં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલ છે,
આમ ધોધારોડ પોલીસ ઇન્સ. જી.કે.ઇશરાણી તથા તેમની પોલીસ ટીમએ ખુબજ મોટો ઇંગ્લીસ દારૂનો જથ્થો પકડી પાડી બુટલેગરો પર તવાઇ બોલાવેલ છે

Advertisement

Share

Related posts

વડોદરા : વાઘોડિયા ચોકડીથી નશાકારક પોશદોડાના જથ્થા સાથે બે પરપ્રાંતીય ઝડપાયા.

ProudOfGujarat

પંચમહાલનાં કલેકટરનું N.S. S. નાં સ્વયંસેવકોને પ્રેરક માર્ગદર્શન.

ProudOfGujarat

રાજપીપળા : વીજ કંપનીના ફરિયાદ કેન્દ્ર પર ફરિયાદ આપનાર જાગૃત મહિલાને અનેક સવાલો કરી હેરાનગતિ કરતી કર્મચારી મહિલા કર્મચારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!