Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા જેલમા કેદીઓ માટે સત્સંગ કાર્યક્રમનુ આયોજન

Share

ગોધરા
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી સબજેલ ખાતે સાવન કૃપાલ રુહાની મિશન સંસ્થા,ગોધરા દ્વારા કેદીઓ માટે આધ્યામિક સંતસંગ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ૩૦૦ જેટલા કેદીઓએ તેનો લાભ લીધો હતો.
માણસ જ્યારે ગુનોકરે અને કાયદાના સંકજામા આવે અને સજા થાય ત્યારે જેલમા મોકલવામા આવે છે જેલ એક પોતાના ગુનાઓનુ પ્રાયશ્ચિત કરવાનુ એક સ્થળ છે. આવા સજા ભોગવી રહેલા કેદીઓ માટે ગોધરાની સાવન કૃપાલ મિશન રુહાની સંસ્થા દ્વારા સંત્સંગ કાર્યક્રમનુ આયોજન ગોધરાની સબજેલમા કરવામા આવ્યુ હતુ. જેમા વક્તા પ્રભુજી ગઢવી દ્વારા આધ્યાત્મિકતાના પાઠ ભણાવામા આવ્યા હતા. તેમજ ધ્યાન યોગ પણ કરાવામા આવ્યા હતા.તેમજ કેદીઓને જેલમાથી છુટીને ગુનાઓની દુનિયામા ફરી નહી જવા અને સારી જીંદગી જીવવા માટે સુચન કરવામા આવ્યુ હતુ.

Advertisement

Share

Related posts

ભરૂચ ના ભોઇવાડ ખાતે મેઘરાજા ની પ્રતિમા નું સ્થાપન કરાયું-જાણો વધુ….

ProudOfGujarat

દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી.

ProudOfGujarat

આતંકી હુમલામાં શહીદ થયેલાં જવાનો ને શ્રદ્ધાંજલિ આપવાં પાલેજ ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!