Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે જુગારધામ પર ક્રાઈમ બ્રાન્ચના દરોડા દરમ્યાન પથ્થરમારો થતા પોલીસનું હવામાં ફાયરિંગ.6 થી 7 જુગારીઓની પોલીસે કરી ધરપકડ કરી..ત્રણ જેટલી મહિલાઓ ઘાયલ…

Share


ભરૂચ તાલુકાના ટંકારીયા ગામ ખાતે ચાલતા જુગાર ધામ ઉપર ભરૂચ ક્રાઇમ બ્રાંચ ની ટીમે આજ રોજ સાંજ ના સમયે દરોડા પાડતા એક સમયે ગામ નું વાતાવરણ તંગ બન્યું હતું….

પોલીસ દરોડા દરમિયાન મોટી સંખ્યામાં લોક ટોળા જામતા એક સમયે વાતવરણ ગરમાયુ હતું..એક લોક ચર્ચા મુજબ પોલીસ કાર્યવાહી દરમિયાન પથ્થર મારો થતા પોલીસે હવામાં ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે..તેમજ ટોળા ને વિખેરવા બળ પ્રયોગ કરતા ત્રણ થી વધુ મહિલાઓ ઘાયલ થતા તેઓને સારવાર અર્થે ભરૂચ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હોવાનું ચર્ચા મુજબ જાણવા મળ્યું હતું…..

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાંચ ના દરોડામાં ૭ થી વધુ વ્યક્તિઓની અટકાયત કરી તેઓ સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળ્યું હતું… જોકે જુગાર ધામ પર દરોડા બાદ થયેલ સમગ્ર મામલા અંગે અફવા બજાર પણ ગરમાયુ હતું…..અને અલગ અલગ પ્રકાર ની કોમેન્ટો સોશિયલ મીડિયાના માધ્યમ માં ટોક ઓફ ધી ટાઉન બની હતી…..


Share

Related posts

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં શહીદોના સ્મારક બનાવા અંગે પણ કઈ જગ્યા તે અંગે મતભેદ જાણો કેમ?

ProudOfGujarat

અંકલેશ્વરઃ શહેરમાં સ્વચ્છતા રથનો પ્રારંભ, બે તબક્કામાં વિવિધ વિસ્તારોમાં ફરશે

ProudOfGujarat

અંકલેશ્વરની અતિ વ્યસ્ત ગડખોલ રેલ્વે ફાટકની એન્ગલ તૂટી પડતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!