ભરૂચ તાલુકાના ટંકારીયા ગામ ખાતે ચાલતા જુગાર ધામ ઉપર ભરૂચ ક્રાઇમ બ્રાંચ ની ટીમે આજ રોજ સાંજ ના સમયે દરોડા પાડતા એક સમયે ગામ નું વાતાવરણ તંગ બન્યું હતું….

પોલીસ દરોડા દરમિયાન મોટી સંખ્યામાં લોક ટોળા જામતા એક સમયે વાતવરણ ગરમાયુ હતું..એક લોક ચર્ચા મુજબ પોલીસ કાર્યવાહી દરમિયાન પથ્થર મારો થતા પોલીસે હવામાં ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે..તેમજ ટોળા ને વિખેરવા બળ પ્રયોગ કરતા ત્રણ થી વધુ મહિલાઓ ઘાયલ થતા તેઓને સારવાર અર્થે ભરૂચ ની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હોવાનું ચર્ચા મુજબ જાણવા મળ્યું હતું…..

અત્રે ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાંચ ના દરોડામાં ૭ થી વધુ વ્યક્તિઓની અટકાયત કરી તેઓ સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળ્યું હતું… જોકે જુગાર ધામ પર દરોડા બાદ થયેલ સમગ્ર મામલા અંગે અફવા બજાર પણ ગરમાયુ હતું…..અને અલગ અલગ પ્રકાર ની કોમેન્ટો સોશિયલ મીડિયાના માધ્યમ માં ટોક ઓફ ધી ટાઉન બની હતી…..

LEAVE A REPLY