નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ચાલુ છે. ગુરૂવારે (6 સપ્ટેમ્બર)ના રોજ સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 36 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 40 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 79.51 પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 71.55 પ્રતિ લીટર થઇ ગયા છે. મુંબઇમાં પેટ્રોલના ભાવ 86.91 પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 75.96 પ્રતિ લીટર થઇ ગયા છે.
રેકોર્ડ સ્તર પર ડીઝલ
ગત 6 દિવસોમાં સતત ડીઝલ્ના ભાવમાં વધારો થવાના કારણે તેની કિંમત અત્યાર સુધીના ટોચના સ્તરે પહોંચી ગઇ છે. શુક્રવારે ડીઝલના ભાવમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો થયા બાદ ભાવ 70.21 પર પહોંચી ગયો હતો. દિલ્હીમાં આ પહેલાં 28 ઓગસ્ટના રોજ ડીઝલના ભાવ 69.61 રૂપિયા પ્રતિ લીટરના ઉચ્ચ સ્તર પહોંચી ગઇ હતી. રવિવારે આ ભાવ 70.76 રૂપિયા પ્રતિ લીટર હતી.courtsey..
આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો એક અઠવાડીયામાં કેટલું મોંઘુ થયું ઓઇલ..
Advertisement