Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર- લીમડી હાઇવે પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા કોંગેસ પ્રેરીત બંધ સફળ….

Share

આજે મોઘવારી ના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા બંધનુ એલાન કરવામાં આવ્યુ હતું જેની અસર સુરેન્દ્રનગર-લીમડી હાઈવે પર જણાઈ હતી વહેલી સવારથી કોંગ્રેસના કાર્યકરો સુરેન્દ્રનગર- લીમડી હાઈવે પર પોહચી ગયા હતા અને કાર્યકરોએ સુત્રોચાર કરી ચક્કાજામ કર્યો હતો. ચક્કાજમના પગલે હાઈવેના બંને તરફે વાહનોની કતારો ખડી થઈ ગઈ હતી. હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે તેવી જાણ થતાજ પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો. કોંગ્રેસી કાર્યકરોએ મોદી સરકાર વિરુધ્ધ સુત્રોચાર કર્યા હતા.કેટલોક સમય કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષ્ણ પણ થયુ હતુ પોલીસે ૨૦ કરતા વધુ કાર્યકરોની અટક કરી હતી. ત્યાર બાદ ટ્રાફિક યથાવત કરવા પોલીસ તંત્ર કામગીરી સરૂ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં વૃદ્ધા પર હુમલો: બાળકોને ધીમે સાયકલ ચલાવવા કહેતા પ્લાસ્ટિકની બેટથી માર માર્યાનો આક્ષેપ : માથા સહિત શરીરના ભાગે ઈજા, જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ

ProudOfGujarat

ભરૂચ મામલતદાર કચેરી પાસે એક વૃદ્ધને સરકારી સહાય અપાવવાની લાલચ અપાવનાર બે આરોપી પૈકી એક આરોપીને કોરોના પોઝીટીવ આવતા પોલીસતંત્રમાં ખળભળાટ.

ProudOfGujarat

વાસ્તવિક જીવનનો હીરો સોનુ સૂદ પ્રામાણિક ખેડૂતો અને નાના વેપારીઓને ટેકો આપે છે, તેમને ગુટખાથી દૂર રહેવાની વિનંતી કરે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!