Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્‍લામાં યોજના શુભારંભ કાર્યક્રમ ગોધરાની સિવિલ હોસ્‍પિટલ ખાતે યોજાશે

Share

 
ગોધરા

માનનિય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વરદ્ હસ્‍તે આયુષ્‍યમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજનાનો શુભારંભ ઝારખંડના રાંચી ખાતેથી સમગ્ર દેશમાં તા. ૨૩/૦૯/૨૦૧૮ના રોજ થનાર છે. જે મુજબ પંચમહાલ જિલ્‍લામાં યોજનાનો શુભારંભ કાર્યક્રમ કૃષિ (રાજ્યકક્ષા) અને પંચાયત, પર્યાવરણ (સ્‍વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારની પ્રેરક ઉપસ્‍થિતિમાં ગોધરાની સિવિલ હોસ્‍પિટલ ખાતે સવારે ૧૧/૪૫ કલાકે આયોજીત કરવામાં આવ્‍યો છે.
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, ધારાસભ્‍ય સર્વશ્રી જેઠાભાઇ ભરવાડ, શ્રી સી.કે.રાઉલજી, શ્રીમતી સુમનબેન ચૌહાણ, શ્રી ભુપેન્‍દ્રસિંહ ખાંટ ઉપસ્‍થિત રહેશે.
પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજનાના શુભારંભ કાર્યક્રમમાં જિલ્‍લાના સૌ નાગરિકોને ઉપસ્‍થિત રહેવા જિલ્‍લા કલેકટર શ્રી ઉદિત અગ્રવાલ, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ, સિવિલ હોસ્‍પિટલના મુખ્‍ય તબીબી અધિકારી ડો. મોનાબેન પંડ્યા અને મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડો. એસ.જી.જૈન દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Advertisement

Share

Related posts

વલસાડ જિલ્લામાં ત્રણ ગામોમાં માત્ર કાગળ પર પાણીના ટાંકા !! મોટા કૌભાંડનો પર્દાફાશ:અધિકારી સહીત 16 લોકો વિરુદ્ધ ફરિયાદ

ProudOfGujarat

નર્મદા સુગર,ધારીખેડામાં 307 કર્મચારીઓ તથા પરિવારજનોએ કોવિડ બૂસ્ટર ડોઝ લીધો.

ProudOfGujarat

ગુજરાત રાજ્ય મારો રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તારીખ 13-5-૨૦૧૯ના રોજ પ્રથમ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!