Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરાનગરના તળાવનુ પાલિકાતંત્ર દ્રારા બ્યુટિફીકેશન કરવામા આવશે.

Share

 

ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લામા શહેરા તાલુકા મથક ખાતે આવેલુ અને ૧૨૩ એકરમા ફેલાયેલુ તળાવનુ નગરપાલિકા દ્રારા આગામી સમયમા અંદાજીત પાંચ કરોડના બ્યુટીફીકેશન કરવાની તૈયારી કરવામા આવનાર છે.

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરામાં નગરનુ મુખ્ય તળાવ આવેલુ છે.હાલ આ તળાવમાં જગંલી વનસ્પતિ જળકુંભીનુ સામ્રાજ્ય વ્યાપી ગયુ છે.અને તેમા કચરાના પણ ઢગ જોવા મળી રહ્યા છે.હવે આ તળાવનું અંદાજીત ચાર કરોડના ખર્ચે બ્યુટીફિકેશન હાથ ધરવામા આવનાર છે.તેમા બોટીંગ, તેમજ તળાવની આસપાસ રેલીંગ, બાંકડા,તેમજ લાઇટીંગની સુવિધા કરવામા આવનાર છે.હાલ તેની માટે ઇજારા સહિતની પ્રકિયાઓ પણ હાથ ધરી દેવામા આવી છે.આ તળાવનુ બ્યુટીફીકેશન થવાથી શહેરાના નગરવાસીઓને એક સુંદર સહેલગાહનુ સ્થળ મળશે.કારણ કે હાલ શહેરા નગરમાં બગીચાની સુવિધા ન હોવાથી પણ નાગરિકોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે.ત્યારે નગરપાલિકા હવે તળાવનુ બ્યુટિફીકેશન થવાથી શહેરાનગરને એક સારુ પિકનીક સ્પોટ મળી રહેશે તેમા બેમત નથી.


Share

Related posts

સસ્તા તેલ બાદ હવે ભારતને રશિયા તરફથી વધુ એક મોટો ફાયદો મળી રહ્યો છે

ProudOfGujarat

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળનાં દર્દીઓનું હળવી કસરત સાથે કાઉન્સેલીંગ.

ProudOfGujarat

એક નહી બે નહી પણ 43 વાર કોરોનને માત આપી લંડનના આ 72 વર્ષીય શખ્સે..જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!