Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાતમાં 33 દિ’ સ્વાઇન ફ્લૂના 842 કેસ, 21ના મોત 55 કેસ નવા નોંધાયા..

Share

 

અમદાવાદ: સ્વાઇન ફ્લૂનાં દર્દીનો આંકડો દિવસેદિવસે વધતો જઇ રહ્યાં છે. બુધવારે અમદાવાદમાં 13 સહિત રાજ્યનાં વિવિધ શહેરોનાં કોર્પોરેશન વિસ્તારોમાં મળીને કુલ 55 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગનાં આંકડાઓ મુજબ, 1 સપ્ટેમ્બરથી આજદિન સુધી રાજ્યમાં સ્વાઇન ફ્લૂનાં કુલ 842 કેસ નોંધાયા છે, જેમાં 346 દર્દી સારવાર બાદ સ્વસ્થ થયાં છે અને 21 લોકોનાં સ્વાઇન ફ્લૂથી મોત થયાં છે.

Advertisement

1 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ 361 કેસ નોંધાયા

અમદાવાદ સહિત રાજ્યભરમાં નોંધાયેલાં સ્વાઇન ફ્લૂનાં 55 નવાં કેસમાં સૌથી વધુ 13 કેસ અમદાવાદમાં નોંધાયા છે. ત્યારબાદ સાબરકાંઠા-6, ભાવનગર-6, સુરત- 5, વડોદરા- 4, જૂનાગઢ- 3, ગાંધીનગર-2, રાજકોટ-2, અાણંદ-2 અને જામનગર- 2 જ્યારે રાજકોટ-1, અરવલ્લી-1, બનાસકાંઠા-1, અમરલી-1, જામનગર-1, સુરેન્દ્રનગર-1, પંચમહાલ-1, ભરુચ-1, નવસારી-1 અને પોરબંદરમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં નોંધાયેલા કુલ 842 કેસમાંથી 21નાં મોત થયાં છે.

1 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ 361 કેસ નોંધાયા છે અને 11 દર્દીનાં મોત થયાં છે. જ્યારે મહેસાણા- 46 કેસ 1 મોત, રાજકોટ- 16 કેસ 1 મોત, અરવલ્લી- 12 કેસ 2 મોત, પાટણ- 12 કેસ 1 મોત, બનાસકાંઠા- 10 કેસ 1 મોત, સુરત- 10 કેસ 1 મોત તેમજ અન્ય જિલ્લા અન્ય કોર્પોરેશનમાં મળીને કુલ 88 કેસ નોંધાયા છે, જેમાંથી 3 લોકોનાં મોત સાથે સ્વાઈન ફ્લૂનો કુલ મૃત્યુઆંક 21 થયો છે…સૌજન્ય D.B


Share

Related posts

ભરૂચ : કૃષિ બિલનાં વિરોધમાં ઝઘડિયા એપીએમસી એક દિવસ બંધ રહ્યુ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની કેબિનમાં કેમ ?

ProudOfGujarat

ગુજરાત રાજ્ય સ્તરનાં આમ પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સબજેલ ખાતે સંદીપસિંહ માંગરોલાની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!