Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી સિવિલમાં રોજ વાયરલના 1500 કેસ, દર્દીઓ બમણા થયા

Share

 
નવસારી જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સિવીલ હાલ કેટલાક દિવસોથી દર્દીઓથી ઉભરાઇ રહી છે. જ્યાં સામાન્ય સંજોગોમાં 700 થી 750 ઓપીડી કેસો હોય છે ત્યાં હાલ 1200 થી 1425 સુધીના કેસો આવી રહ્યાં છે.

નવસારી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી (20-25 દિવસોથી) બિમારીનો રીતસર વાવર ફેલાયો છે. નવસારી, શહેર, વિજલપોર શહેર ઉપરાંત નજીકના ગામોમાં મોટી સંખ્યામાં લોકો બિમારીનો ભોગ બની રહ્યાં છે. મહત્તમ લોકોને તાવ, શરીરના દુખાવાની તકલીફ જોવા મળી રહી છે. જેમાં વાયરલ ફીવરનાં કેસો વધુ હોવાનું જણાવાઇ રહ્યું છે. વાયરલ ફીવર એટલો તીવ્ર હોય છે કે ત્રણ-ચાર દિવસ સતત તાવ અને દુખાવા સાથે દર્દીને ઢીલોઢસ કરી નાંખે છે અને હોસ્પિટલમાં ઘણીવાર દાખલ કરવાની પણ ફરજ પડે છે. ડેંગ્યુના દર્દી પણ હાલ દેખાય રહ્યાં છે.

Advertisement

સિવીલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા 25 દિવસથી હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દરરોજ 1200 થી 1425 સુધીની ઓપીડી રહે છે, જે સામાન્ય સંજોગોમાં 700 થી 750 રહે છે.

અહીં ઉલ્લેખનીય છે કે ગત વરસે પણ સપ્ટેમ્બર-ઓક્ટોબર પ્રથમ અઠવાડિયા સુધી દર્દીઓની સંખ્યા વધી હતી. જેના કરતા પણ ચાલુ સાલ 12 થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

આજે 4 થી ઓક્ટોબરે તો સવારે જ 990 ઓપીડી થઇ ગઇ હતી. જે સાંજ સુધીમાં 1400 ને પાર કરે એવી પૂરી શક્યતા હતી. કેસો કઢાવવા માટે હોસ્પિટલમાં લાંબી કતારો લાગે છે.

નવસારી સિવીલ હોસ્પિટલમાં માત્ર ઓપીડી જ વધુ નથી. હાલ ઇન્ડોર પેશન્ટોની સંખ્યા પણ ખૂબ વધારે છે. હાલના દિવસોમાં ઇન્ડોર કેસો પણ 300 થી વધુ (આજે 307 ઇન્ડોર) રહે છે, જે ખૂબ વધુ હોવાનું હોસ્પિટલનાં સૂત્રે કહી રહ્યાં છે. આમ હાલ સિવીલ હોસ્પિટલમાં ઓપીડી અને ઇન્ડોર બંનેમાં ધસારો રહેતા હોસ્પિટલ દર્દીઓથી રીતસર ઉભરાઇ રહી છે…સૌજન્ય D.B


Share

Related posts

નર્મદા જિલ્લા પોલીસ ની પ્રસંસનીય કામગીરી

ProudOfGujarat

ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના જનસંપર્ક કાર્યાલયનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

ProudOfGujarat

ભરૂચના જુલેલાલ મંદિરમાં પૂરના પાણી ઓસરતા સાપ દેખાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!