Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ટપલાવાવ ગામ ખાતેથી જંગી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

Share

દારૂ, ટ્રક, અને અન્ય સાધનો મળી કુલ રૂપિયા ૬૩,૦૯,૦૦૦/- ની મતા જપ્ત. ત્રણ આરોપીઓ ઝડપાયા…

ગોધરા,રાજુ સોલંકી

Advertisement

પોલીસ મહાનિરીક્ષક મનોજ શશીધર ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ પંચમહાલ ગોધરા તથા આઈ.સી નાયબ પોલીસ અધિક્ષક એચ.એમ.કણસાગરા હાલોલ તથા હાલોલ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી.સંગત્યાની હાલોલનાઓની પ્રોહી/જુગારની બદી સદંતર નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શના આધારે પો.સબ.ઇન્સ્પેક્ટર બી.પી.પટેલ પાવાગઢ પોલીસ સ્ટેશનનાઓને બાતમી મળેલ કે ટપલાવાવ ગામનો દિનેશ ગોવિંદ રાઠવા તથા નાવાકુવા ગામનો વિપુલ ગુરજી રાઠવા બંન્ને મળીને ટ્રક નં-HR-55-P-5373 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારવાની તૈયારી કરી રહેલ છે.જે બાતમીના આધારે સર્કલ પો.ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો તથા પંચોને સાથે રાખી રેડ કરતા ટ્રકમાં જોતા ડાલાના ઉપર તેમજ પાછળના ભાગે પીળી થેલીઓમાં ભુસુ ભરેલ થેલીઓ ખસેડી જોતા નીચેની ભાગે ભારતીય બનાવટબની ૧૮૦ મી.લી ક્વાટરીયાઓની પેટી નંગ-૧૦૦૦ ક્વાટરીયા નંગ-૪૮,૦૦૦ કિં.રૂ. ૪૮,૦૦,૦૦૦/-નો મુદ્દામાલ મળી આવ્યો મળી આવેલ મુદ્દામાલ તેમજ ટ્રકની કિં.રૂ. ૧૫,૦૦,૦૦૦/- તથા અન્ય સાધનો મળી કુલ ૬૩,૦૯,૦૦૦/- ની મતા જપ્ત કરી દિનેશ ગોવિંદ રાઠવા, વિપુલ ગુરજી રાઠવા અને ટ્રકના ડ્રાઈવર વિરૂધ્ધ પ્રોહીબિશનનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.


Share

Related posts

ભરૂચ : વાગરા તાલુકાનાં કોલીયાદ ગામની સીમમાં ચાલતા માટી ચોરી કૌભાંડનો પર્દાફાશ, ભૂસ્તર વિભાગે દરોડા પાડી કરી કાર્યવાહી..!!

ProudOfGujarat

ભરૂચના તુલસીધામ વિસ્તારમાં પરિણીત મહિલાની હત્યાથી ખળભળાટ, પિતરાઈ ભાઇ જ બન્યો હત્યારો

ProudOfGujarat

વડોદરા : બરોડા ડેરીની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા બનેલા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો કરજણ તાલુકાનાં નિશાળિયા ગામમાં સન્માન સમારોહ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!