Proud of Gujarat
GujaratFeaturedINDIA

બાસ્કામાં ગ્રામજનો દ્વારા સજજડ બંધ પાડી વિરોધ નોંધાવ્યો :સસ્તા અનાજ ની દુકાન નો પરવાનો ગામ બહાર ની મંડળી ને ન આપવા પ્રાંત અધિકારી આવેદનપત્ર આપ્યું

Share

ગોધરા રાજુ સોલંકી
હાલોલ તાલુકાના બાસ્કા ગામમા આજ રોજ ગ્રામજનો દ્વારા સજ્જડ બંધ પાડીને વિરોધ નોધાવ્યો હતો.ગામ લોકો એ સ્વયંભુ બજાર સહિત ગામ ને બંધ પાડી સમર્થન આપ્યું. હતુ.જેમા પંડિત દિન દયાલ યોજના હેઠળ ચાલતી સસ્તા અનાજ ની દુકાન નો પરવાનો ગામ બહાર ની મંડળી ને આપતા વિરોધ નોધાવ્યો હતો અને પ્રાંત અધિકારી ને રજુઆત કરી હતી.રાજકીય દબાણ માં આવી ગામ બહાર ની મંડળી ને અનાજ અને અન્ય વસ્તુ ઓ વિતરણ કરવા માટે નો પરવાનો આપ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનો એ લગાવાયો હતો.
બાસ્કામાં ગ્રામજનો દ્વારા આવેદન પત્ર આપી જણાવેલ કે હાલોલ તાલુકાના બાસ્કા ગામે નવીન સસ્તા અનાજની દુકાન રજુ કરવા 3-10-2016 ના રોજ વર્તમાન સમાચારપત્રોમા જાહેરાત કરવામા આવી હતી.જેમા શિક્ષીત બેરોજગારો અને સ્થાનિક મંડળીઓ દ્રારા  અરજી કરવામા આવી હતી.જેમા જય સંતોષી સખીમંડળ,બાસ્કા અર્થક્ષમ સેવા સહકાર મંડળી,એકતા ચેરીટેબલ ટ્રસ્ટ બાસ્કા,આ ત્રણ મંડળીઓની પસંદગી કરવામાં આવી હતી.જેમાં જયસંતોષી સખીમંડળની પસંદગી કરાતા ગામલોકો એ વિરોધનો સુર જોવા મળી રહ્યો છે.
જો આ મંડળી દુકાન ચાલુ કરશે તો અમે
ગ્રામજનો તાળાબંધી કરીશુ અને પ્રતિક ઉપવાસથી આ મરણાંત ઉપવાસ ઉપર ઊતરવા સહિતના કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી પ્રાંતઅધિકારી ને આવેદનપત્ર આપ્યું હતું

Advertisement

Share

Related posts

ભારતનું એવું રાજ્ય જ્યાં દુકાનદારો વગર દુકાનો ચાલે છે, ચોરીની એક પણ ઘટના નથી બની.

ProudOfGujarat

ભરૂચ શહેર-જિલ્લામાં આજે CAA અને NRC ના કાયદા સામે વિરોધ કરતા કાર્યક્રમને પગલે કતોપોર દરવાજા વિસ્તારના હિંદુ-મુસ્લિમ દુકાનદારોએ દુકાન સ્વયંભૂ બંધ રાખી આજના વિરોધને સમર્થન આપ્યું છે.

ProudOfGujarat

લીંબડી : ચુડા રેલવે સ્ટેશનનાં ફાટક સાથે કપાસ ભરેલું આઇસર ધડાકાભેર પટકાતા અકસ્માત સર્જાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!