Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પબ્લિક સ્કુલ ખાતે હેડ બોય-હેડ ગર્લની લોકશાહી પધ્ધતિથી ચૂંટણી યોજાઈ…

Share

અંકલેશ્વર પબ્લિક સ્કુલ ખાતે હેડબોય તેમજ  હેડ ગર્લની  વરણી માટે સૌપ્રથમ વાર લોકશાહી પધ્ધતિથી વિધ્યાર્થીઓને સમજ આપી હતી.

અંકલેશ્વર ઉમરવાડ માર્ગ પર આવેલી અને જિલ્લા ભરમાં એકદમ સસ્તી ફી થી સંપુર્ણ રીતે અંગ્રેજી માધ્યમમાં નાતજાતના ભેદભાવ વિના શિક્ષણ આપતી અંકલેશ્વર પબ્લિક સ્કુલમાં શનિવારનાં રોજ હેડબોય અને હેડગર્લની ચૂંટણી યોજાઈ હતી. લોકતાંત્રિક દેશ એવા ભારતમાં લોકો જ સર્વોપરી છે અને એમના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ સર્વમાન્ય હોય છે. આ સમગ્ર પ્રક્રિયાની સમજ આપતી આ ચૂંટણીમાં શાળાનાં વિધ્યાર્થીઓએ હેડબોય તરીકે હેડગર્લ તરીકે ફાતિમા ઈલિયાસ અને હેડબોય તરીકે જુનૈદ શેખને ચૂંટી કાઢ્યા હતાં. આ સમગ્ર લોકતાંત્રિક પ્રક્રિયાની સમજ આચાર્ય શ્રધ્ધા પટેલ તેમજ સૂર્યલક્ષ્મી પિલ્લાઈએ આપી હતી. ટ્રસ્ટી ગણ તેમજ શિક્ષકોએ હેડબોય અને હેડગર્લને અભિનંદન પાઠવ્યા હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરના શક્તિનાથ અને અન્ય વિસ્તારોમાં ટ્રાફિકને નડતર બાઈકોને ડિટેઇન કરી દંડ કરાયો…

ProudOfGujarat

સુરત મહાનગર પાલિકાનાં મનપાના કતારગામ ઝોનના મદદનીશ ઈજનેર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે.

ProudOfGujarat

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાંથી આમલાખાડી ખાડીમાં પ્રદુષિત પાણી છોડાતા જીપીસીબી ને કરાઇ ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!