Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં વસતા પરપ્રાંતીઓ પણ ગુજરાતી ગરબા તરફ વળીયા

Share

આસો નવરાત્રીમાં વિવિધ સ્ટેપ ના ગરબા શીખવા ક્લાસીસ ઉપર ખેલૈયાઓ ની ભારે ભીડ
ગુજરાતી ગરબાની મજા જ કંઈક અલગ છે ખેલૈયાઓ
નવરાત્રિને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે, નવ દિવસની આસ્થા અને શ્રદ્ધાના સૌથી લાંબા ગુજરાતી તહેવારને ભરૂચ જિલ્લાના ખૈલૈયા મનભરીને માણવા માટે કમર કસી રહ્યા છે. આજની યંગ જનરેશન ભલે ટ્યુશન ક્લાસિસ જવામાં આળસ કરતી હોય પરંતુ ગરબાના અવનવા સ્ટેપ્સ શીખવા માટે ગરબા ક્લાસ જરૂર જવા લાગી છે. નવરાત્રીમાં ગરબાની રમઝટ અને ગીકોસ્ચ્યુ બોલબાલા છે ત્યારે ગરબા ગુરુઓની અહીં મુલાકાત લેવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે.
વિવિધ ધર્મો, પ્રાંતો કે ભાષાઓ સાથે નૃત્યો પણ આપણી ભારતીય સંસ્કૃતિના વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન્સ સુધી તમામ વયના લોકો આ નૃત્યની મજા માણી શકે છે. નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે, દેશમાં અને ગુજરાત રાજ્યમાં નવરાત્રી ફીવર શરૂ થઈ ચૂક્યો છે.  યુવાનોથી માંડીને ગૃહિણીઓ અને સિનિયર સિટીઝનમાં પણ ગરબાના નવા સ્ટેપ્સ શીખવા માટે નો ઉત્સાહ ભરપૂર જોવા મળી રહ્યો છે. ઓળખીતાઓને ચોંકાવી દેવા અને પોતાના વિસ્તારમાં થતી નવરાત્રી ઇવેન્ટ્સમાં પ્રાઈઝ મેળવવાની તમન્ના પુરી કરવા માટે ગરબા રસિકો ગરબા કલાસીસ તરફ વળી રહ્યા છે
હિન્દૂ ધર્મમાં નવરાત્રી જ એક એવો તહેવાર છે જેમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, માતાજીની આરાધના, જગદંબાની ભકિત અને ખૂબ મસ્તી સાથે તંદુરસ્તીની અનોખી ફોર્મ્યુલા પણ સમાયેલી છે. આજની ભાગદોડ ભરેલા જીવનમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તી બાબતે લોકો સજાગ બનવા લાગ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો જિમ, યોગા કલાસીસ, ઝૂમ્બા કલાસીસ, એકવા ઝૂમ્બા, સ્વિમિંગ, એરોબિક્સ સહિત જાતજાતના અને ભાતભાતના વ્યાયામો કરતા થયા છે. લોકોને વર્કઆઉટમાં પણ વેરીએશન જોઈએ છે. કારણ કે રોજે રોજ એકની એક કસરતોથી તેઓ કંટાળી જાય છે. આ સંદર્ભે વાત કરતા નવરંગ ગરબા ક્લાસિસના ફાઉન્ડર ના જણાવ્યા અનુસાર આ વખતે કચુકો, રમઝટિયો મોરલો જેવા સ્ટેપ્સ સાથે ગુજરાતની આગવી ઓળખ એવા ગરબાને જીવંત રાખવા તેઓ મહેનત કરી રહ્યા છે ભરૂચ અંકલેશ્વર  નજીક ગરબાના કલાસ શરૂ કરવા પાછળ નો તેઓનો મુખ્ય ઉદ્દેશ્ય ઔદ્યોગિક વસાહતમાં રહેતા અન્ય રાજ્યના અન્ય જાતિ ના ધર્મના અને સમાજના બલકોણે પરિવારો પણ ગુજરાતની આ સંસ્કૃતિને ઓળખી અને ગરબા રમી માં આદ્યશક્તિ ની આરાધના કરે.છે
ગરબા શીખવા અને ગરબાના ક્લાસિસમાં જાવા માટેના બીજા અન્ય કારણો પણ હોઈ શકે છે જેમ કે વેઇટ લોસ થાય માટે વહેલા શીખાય છે ગરબા. ગ્રાઉન્ડ પર સતત 4 થી 5 કલાક ગરબા રમવા માટે સ્ટેમીના મેળવવા 4 મહિના પહેલાથી ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દેવી પડે છે. ગરબા ક્લાસમાં ગરબા શીખવા પાછળનો મોટો ફાયદો એ છે કે 4 મહિના ગરબા શીખતાં શીખતાં 8 કિલો વેઇટ લોસ પણ કરી શકાય છે. કપલમાં ગરબા રમવા હોય તો એક્શન અને ટાઇમિંગ મેચ કરવા માટે પણ 4 મહિના અગાઉથી કપલ દ્વારા કલાસ જોઈન કરી પ્રેક્ટિસ શરૂ કરી દેવાય છે.

Share

Related posts

માંગરોળનાં વસરાવી ગામે ખેતરમાંથી ઈલેક્ટ્રીક મોટર, જનરેટર અને લોખંડના સળિયાની ચોરી કરનાર પાંચ ઈસમોને પોલીસે ઝડપી લીધા.

ProudOfGujarat

આગામી રથયાત્રાના તહેવાર નિમિત્તે ભરૂચ ના ફુરજા દત્ત મંદિર ખાતે રથ યાત્રા રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજાઈ હતી…….

ProudOfGujarat

ભરૂચ શહેર પૂર્વ કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી સહિત 400 જેટલા આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!