Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચની મહિલા પાસે ફોન પર ATMની વિગતો મેળવી 90 હજારની ઠગાઇ..

Share

 
ભરૂચના લિંકરોડ પર અાવેલા શક્તિનગર ખાતેની અેક મહિલાને અેક ગઠિયાઅે મોબાઇલ પર સંપર્ક કર્યાં બાદ વાતોમાં ભોળવી અેટીઅેમની વિગતો મેળવી લીધી હતી. જે બાદ ગઠિયાઅે તેમના બેન્કના ખાતામાંથી 90,953 રૂપિયા ઉપાડી લેતાં મહિલાઅે તેની સામે ભરૂચ અે ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના લિંકરોડ પર અાવેલાં શક્તિનગર ખાતે રહેતાં શિલ્પાબેન રાકેશભાઇ મહેતાના મોબાઇલ ફોન પર અેક શખ્સનો ફોન અાવ્યો હતો. જેણે પોતાની અોળખ બેન્ક અોફ બરોડાના અધિકારી તરીકે અાપી જણાવ્યું હતું કે, તમારો અેટીઅેમ કાર્ડ બંધ થઇ ગયું છે. જેને ચાલુ કરાવવા માટેની પ્રોસેસના બહાને તેમની પાસેથી અેટીઅેમ કાર્ડનો પાસવર્ડ તેમજ કાર્ડનો નંબર મેળવ્યો હતો. જે બાદ ગઠિયાઅે તેમના મોબાઇલ પર અાવેલો અોટીપી નંબર પણ તેમને ભોળવીને લઇ લીધો હતો. જેના થોડા જ સમયમાં ગઠિયાઅે તેમના અેકાઉન્ટમાંથી તબક્કાવાર રીતે કુલ 90,953 રૂપિયા અન્ય અેકાઉન્ટમાં ટ્રાન્ફસર કરી લીધાં હોવાનું જણાયું હતું. બનાવ સંદર્ભે તપાસ કરતાં કોઇ ગઠિયાઅે તેમની સાથે છેતરપિંડી કર્યાનું માલુમ પડતાં તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી…સૌજન્ય

Advertisement

Share

Related posts

ઝઘડિયા, રાજપારડી અને ઉમલ્લા પોલીસ મથક ખાતે દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ : 108 ઇમરજન્સી સેવાનાં કર્મચારીઓનાં 5 મોબાઈલની ચોરી થતાં પોલીસ ફરિયાદ કરાઈ.

ProudOfGujarat

ભરૂચ ડિવિઝનના ૮ પોલીસ સ્ટેશનના ૨૫૫ કેસમાં ઝડપાયેલાં ૧.૫૮ કરોડના દારૂની બોટલ પર બુલડોઝર ફેરવાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!