Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી ફ્રેન્ડસ ફોરેવર ગૃપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી

Share

લીંબડી ફ્રેન્ડસ ફોરેવર ગૃપ દ્વારા ગરીબોને ગરમ ધાબળા અને ગોદડાં વિતરણ કરવામાં આવ્યું ત્યારે ગરીબ પરિવારોની આંખોમાં ખુશી જોવા મળી હતી. સુરેન્દ્રનગર જીલ્લાનો લીંબડી શહેર છોટા કાશી તરીકે જાણીતું છે ત્યારે આ શહેરમાં અલગ અલગ સંસ્થાઓ અને ગૃપના માધ્યમ થકી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે ત્યારે કહેવામાં આવે તો એક કહેવત છે કે સામાન્ય માણસ માટે રોટી, કપડાં ઔર મકાન એ મહત્વની મહત્વકાંક્ષા હોય છે ત્યારે આજે લીંબડીના ફ્રેન્ડસ ફોરેવર ગૃપ લીંબડી દ્વારા ગરીબ પરિવારોને હાલ પડી રહેલી કડકડતી ઠંડીને ધ્યાનમાં લઈને ન્યુ શ્રધ્ધા સ્કુલ, પાવરહાઉસ રોડ ઉપર, મઢુલી હોલટ સામે અને પાછળ વસવાટ કરતા 65 થી 70 પરિવારોને ઠંડીથી રક્ષણ મળી રહે તે હેતુથી ગરમ ધાબળા અને ગોદડાંનુ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે કહેવામા આવે તો આ ગૃપના સભ્યો યશપાલસિહ રાણા, જયદિપ જાદવ, ઘનશ્યામભાઈ મકવાણા વરૂણભાઈ , નિલેશભાઈ, સંજયભાઈ, સંદિપભાઈ અને નરેન્દ્રભાઈ થકી આ સેવાકિય પ્રવૃત્તિ કરવામાં આવી હતી તેમજ વધુ આ ગૃપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવી સેવાકીય પ્રવૃતિઓ અન્ય સંસ્થાઓ અને ગૃપ કરે તો આવા ગરીબ પરિવારોને સહકાર મળી રહે

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન.

ProudOfGujarat

બોરસદ-રાસ રોડ પર પુરપાટ આવતી કારે એક્ટિવાને ટક્કર મારતા પિતા અને પુત્રીનું ઘટના સ્થળે મોત

ProudOfGujarat

csk: ધોનીને રમતો જોઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા આ બાળકો: ધોનીએ આપી ખાસ ભેટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!