Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર સારંગપુર, રાજપીપળા રોડની બાજુમાં આવેલ પાકીજા હોટલની પાછળથી જુગાર ધામ ઝડપાયું

Share

ભરૂચ જિલ્લામાં દારૂ – જુગાર જેવી પ્રતિવૃઓને ડામવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના કર્મીઓ સતત રાત દિવસ ગુનાખોરીની ઘટનાઓને અંજામ આપતાં તત્વોને જેલના સળીયા પાછળ ધકેલી રહ્યા છે, તેવામાં ક્રાઇમ બ્રાંચ દ્વારા અંકલેશ્વર ખાતેથી જુગાર રમતા 6 ઈસમોને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વરના સારંગપુર રાજપીપળા રોડ પર આવેલ પાકીજા હોટલની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની મળેલ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં જુગાર રમતા 6 જેટલાં ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

Advertisement

ક્રાઇમ બ્રાંચના દરોડામાં (1) અવિનાશ કુમાર મોહન રાય રહે, મીરાનગર અંકલેશ્વર (2) સુનિલ વિશ્વકર્મા રહે, મીરાનગર અંકલેશ્વર (3) રાજકુમાર સિકંદર સીંગ પટેલ રહે, મીરાનગર અંકલેશ્વર (4) રામવિલાસ શિવચંદ્ર યાદવ રહે, મીરાનગર અંકલેશ્વર (5) વિશાલ બ્રિજબાન યાદવ રહે, સમંત સોસાયટી સારંગપુર અંકલેશ્વર તેમજ (6) યોગેશ વસંત દીવાન રહે, મીરાનગર અંકલેશ્વર નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડા રકમ સહિત મોબાઈલ મળી કુલ 48,210 નો મુદ્દામાલનો કબ્જો લઈ તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Share

Related posts

સુરેન્દ્રનગર : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જી.એસ કુમાર વિદ્યાલયમાં સૂર્ય નમસ્કારની તાલીમ આપી.

ProudOfGujarat

ઘરવિહોણા ૮૦ થી વધુ લોકો માટે રાજકોટ મનપા દ્વારા નિ:શુલ્ક રહેવાની સુવિધા કરાઈ.

ProudOfGujarat

વડોદરા : રહસ્યમય આશંકાઓ : GSFC ના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીએ પ્લાન્ટમાં જ આપઘાત કરી લેતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!