Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જુના તવરા ગામે ચિંતનાથ મહાદેવ મંદિરે સમૂહ જવારા સ્થાપનાનો કાર્યક્રમ યોજાયો

Share

 ચૈત્ર સુદ અગિયારસના પાવન દિવસે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તો ઉમટ્યાં
ભરૂચ:
ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા માતાજીના સમૂહ જવારાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી. ચૈત્ર સુદ અગિયારસના પાવન દિવસે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના મોટી સંખ્યામાં ભક્તોએ ભક્તિભાવ સાથે હાજરી આપી હતી.
મંદિરના પટાંગણમાં યોજાયેલા આ સમૂહ જવારા કાર્યક્રમમાં કુલ ૨૮ જોડાઓએ ભાગ લીધો હતો. તમામ જોડાઓએ પરંપરાગત રીત-રિવાજ અનુસાર માતાજીના જવારાની સ્થાપના કરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું.
આગામી પાંચ દિવસ સુધી સવાર અને સાંજે માતાજીના જવારાનું નિયમિત પૂજન-અર્ચન કરવામાં આવશે. ચૈત્ર સુદ પૂર્ણિમા, ગુરુવારના દિવસે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે ૨ વાગ્યે ગ્રહશાંતિ પૂજા, સાંજે ૪ વાગ્યે શ્રીફળ હવન અને ત્યારબાદ સાંજે ૫ વાગ્યે માતાજીની ભવ્ય શોભાયાત્રા યોજાશે. આગળ સાંજે ૬ વાગ્યે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે, જ્યારે રાત્રે ૯ વાગ્યે રાસ-ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં ગામજનો મોટી સંખ્યામાં જોડાશે તેવી શક્યતા છે.આ ઉપરાંત, શુક્રવારે સવારે ૮ વાગ્યે માતાજીના જવારાનું પવિત્ર નર્મદા નદી માં વિધિવત વિસર્જન કરવામાં આવશે.
આ સમગ્ર કાર્યક્રમને લઈને ગામજનોમાં ભારે ઉત્સાહ અને ધાર્મિક ઉમંગ જોવા મળી રહ્યો છે. આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

Share

Related posts

ભરૂચ નેશનલ હાઇવે ઉપર ટેમ્પો પલ્ટી ખાતા એક સમયે ટ્રાફિકજામ ના દ્રશ્યો સર્જાયા હતા…

ProudOfGujarat

વડતાલ મંદિરની શાકભાજી વિતરણ સેવા આમોદનાં દાદા ગામે પહોંચી..!

ProudOfGujarat

રાજપીપલામાં કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે મંજૂર થયેલી RTPCR લેબમાં સેમ્પલ પરિક્ષણની કામગીરીનો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!