Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ઓપન ગુજરાત બ્લાઈન્ડ ચેસ ટુર્નામેન્ટ યોજાઈ, દ્રષ્ટિબાધિત ખેલાડીઓની પ્રતિભા ઝળકી

Share

રાજ્યભરમાંથી 50થી વધુ દ્રષ્ટિબાધિત ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
ભરૂચ:
ભરૂચ શહેરમાં દ્રષ્ટિબાધિત ખેલાડીઓ માટે એક અનોખી અને પ્રેરણાદાયી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ આરસીસી દ્વારા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત પટેલ સુપર માર્કેટ ખાતે “ઓપન ગુજરાત બ્લાઈન્ડ ચેસ ટુર્નામેન્ટ” યોજાઈ હતી, જેમાં રાજ્યભરમાંથી 50થી વધુ દ્રષ્ટિબાધિત ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓએ પોતાની અદભૂત બુદ્ધિશક્તિ, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને ચેસના ઊંડા જ્ઞાનનું પ્રદર્શન કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દ્રષ્ટિબાધિત હોવા છતાં ખેલાડીઓએ રમત પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા અને આત્મવિશ્વાસથી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજનમાં પ્રમુખ જાનવી દર્શન, દર્શનાબેન વ્યાસ, ભરૂચ ચેસ એસોસિએશન ના સભ્યો, પ્રોજેક્ટ ચેરમેન મહેશ જોશી તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર વિરલ વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે આગેવાનોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી તેમની પ્રતિભાને બિરદાવી હતી અને આવાં કાર્યક્રમો દ્વારા દ્રષ્ટિબાધિત ખેલાડીઓને વધુ તકો મળે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.
આ સ્પર્ધાએ સાબિત કર્યું કે શારીરિક મર્યાદાઓ હોવા છતાં મનોબળ અને પ્રતિભા હોય તો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે. કાર્યક્રમ અંતે ભાગ લેનાર તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો અને આયોજકો દ્વારા આ પ્રકારના વધુ કાર્યક્રમો યોજવાના સંકેત આપવામાં આવ્યા હતા.

Share

Related posts

હાઈવે રોડ ઓળંગવા જતા વાહન ની ટકકરે મજૂર ઈસમ નું મોત

ProudOfGujarat

ભરૂચ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ.

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વર IIFL ની બ્રાંચમાંથી 3.29 કરોડનાં સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો… જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!