Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદમાં મળેલી નવજાત બાળકીના મામલાનો ભેદ ઉકેલાયો – સગીર પર દુષ્કર્મ, બનેવીની ધરપકડ

Share

આમોદમાં મળેલી નવજાત બાળકીના મામલાનો ભેદ ઉકેલાયો – સગીર પર દુષ્કર્મ, બનેવીની ધરપકડ
ભરૂચ.
આમોદ શહેરના દરબારીગઢ વિસ્તારમાંથી તાજેતરમાં મળેલી એક નવજાત બાળકીના મામલામાં ચોંકાવનારો ભેદ ખુલ્યો છે. આ સમગ્ર ઘટનામાં પોલીસે સઘન તપાસ બાદ સગીર બાળકીના બનેવીને ધરપકડ કરી છે. આરોપ છે કે આરોપી બનેવીએ પોતાના જ સાસરીયાના સંબંધમાં આવતી સગીર બાળકી પર વારંવાર દુષ્કર્મ આચરી તેનું શારીરિક શોષણ કર્યું હતું, જેના પરિણામે બાળકી ગર્ભવતી થઈ હતી.
જેમજ બાળકીએ નવજાત શિશુને જન્મ આપ્યો, તેમજ તેને તરત ત્યજી દેવામાં આવી હતી. પરિવાર તરફથી આ વાતને છુપાવવા માટે બાળકી પર દબાણ કરવામાં આવ્યું હતું. શિશુને છોડી જવાનું નક્કી કરીને તેને આમોદના દરબારીગઢ વિસ્તારમાં નાખી દેવામાં આવી  હતી. જ્યારે નાનકડી બાળકી જાહેર જગ્યા પર મળી આવી હતી, ત્યારે અનેક સ્થાનિક લોકો તાત્કાલિક બાળકીને આમોદ રેફરલ હોસ્પિટલ લઈ ગયા. ત્યારબાદ સમગ્ર ઘટના અંગે આમોદ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે તરત વિસ્તારમાંનાં CCTV ફૂટેજ ચકાસ્યા અને લોકોની પુછપરછ શરૂ કરી.સગીર બાળકી સુધી પહોંચ  હતી, જે પહેલાંથી જ ગંભીર સ્થિતિમાં હતી. વધુ પૂછપરછ કરતાં સમગ્ર દુષ્કર્મ અને ગર્ભાવસ્થા પાછળનો ભેદ ખુલ્યો. આમોદ પોલીસે આરોપી બનેવી સામે પોક્સો એક્ટ અને IPC કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને તેને ધરપકડ કરવામાં આવી છે. હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલી રહી છે. ભોગ બનેલી સગીર બાળકી તથા નવજાત શિશુ – બંને હાલ સુરક્ષિત અને સ્વસ્થ છે.

Share

Related posts

ભરૂચના વાલિયા ખાતેથી ખેતરની વાડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

ભરૂચ કોવિડ સ્મશાનમાં ગેલાની કૂવા સ્થાનિકો દ્વારા 4 ટ્રક લાકડાનું દાન અપાયું.

ProudOfGujarat

કર્ણાટક વિધાનસભાની સ્થાનિક સ્વરાજ અને પંચાયતી રાજ વિષયની સમિતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!