Proud of Gujarat
GujaratFeaturedINDIA

કાલોલમાં ઠગકંપનીએ ૧૮૩ લોકોના ૨૫ લાખ ₹ નુ ફુલેકુ ફેરવીને ફરાર થતા ચકચાર

Share

ગોધરા, રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાના કાલોલ નગરમા ખાનગી
કંપનીમા રોકેલા ૨૫ લાખ રુપિયાની રકમ લઇને ઠગ ટોળકી ફરાર થઈ ગઇ હતી.જેમા છેતરપીંડીનો ભોગ બનેલા લોકોએ આ અંગે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોધાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

બનાવની વિગતો જોતા કાલોલના જયેશ કુમાર રામકુમાર પંડ્યાએ અને તેમની પત્નીએ
જુદી જુદી સ્કિમ દરમિયાન રીયલ ઇન્ડીયા કંપનીમાં નાણા રોકયા હતા.સાથે બીજા ૧૮૩ જેટલા ગ્રાહકોએ પણ નાણાની બચત થાય અને વ્યાજ પણ સારુ મળે એ હેતુથી નાણાનુ રોકાણ કર્યુ હતુ.આ કંપનીએ ગ્રાહકોને પાકતી મૂદતે નાણાં આપવાનો વાયદો કર્યો હતો.આ કંપનીએ એજન્ટો મારફતે પાછલા વર્ષોમાં
૨૫ લાખ જેટલી માતબર રકમ ઉધરાવી હતી.બાદમા આ કંપનીએ રાતોરાત શટર પાડી બંધ કરી નાણા ન ચુકવીને વિશ્વાસઘાત કર્યો હતો. આથી કાલોલના જયેશ પંડ્યાએ કંપનીના સીએમડી સહિત અન્ય કર્મીઓ સામે પોલીસ ફરિયાદ નોધાવી છે.જેમા (૧)પ્રદીપ કુમાર ગુપ્તા, CMD. રહે,લખનઉ, (૨)નીતીન શ્રીવાસ્તવ, CMD,રહે,આઝમગઢ, (૩)પંકજ શ્રીવાસ્તવ, ડીરેકટર રહે,લખનઉ, (૪)દિનેશસીંગ રામનજર રહે ,રહે, ગોરખપુર,(૫)પ્રધ્યુમન સિંહ, રહે, લખનઉ,
ઉત્તર પ્રદેશ, આ તમામ સામે ગુનાહિત કાવતરું કરી ગ્રાહકોને વિશ્વાસ આપી છેતરપિંડી કરવા બદલ કાલોલ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.


Share

Related posts

સુરત : કતારગામ એમ્બ્રોડરીમાં થયેલ લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમબ્રાંચ .

ProudOfGujarat

ભરૂચમાંથી વિદેશમાં સ્થાહી થયેલાઓ આજે પણ ભરૂચની કરી રહ્યા છે ચિંતા.

ProudOfGujarat

ટોચઁલાઈટના અજવાળે જાહેર મા જુગાર રમતા ચાર ઇસમોને રૂા.૫૯,૦૬૦/-ના મુદામાલ સાથે પકડી પાડતી પાલીતાણા રૂરલ પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!