Proud of Gujarat
GujaratFeaturedINDIA

અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા “સપ્તધારા થી સ્વાસ્થ્ય” વર્કશોપ યોજાયો

Share

–      આરોગ્યના કાર્યક્રમોને લોકસમુદાય સુધી લઈ જવા માટે સપ્તધરાઓનું ખૂબ જ મહત્વનું પ્રદાન છે : ડો.શૈલેશ સુતરીયા

Advertisement

–      સપ્તધારા થી સ્વાસ્થ્ય વર્કશોપમાં ૨૦થી વધુ સપ્તધારાના સાધકો દ્વારા ભવ્ય કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો

ન્યુઝ.વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

અમદાવાદ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લાકક્ષાનો “સપ્તધારા થી સ્વાસ્થ્ય” વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ વર્કશોપ રાજ્યના આઈ.ઇ.સી.વિભાગના સ્ટેટ આઈ.ઇ.સી.ઓફિસર ડો.શૈલેષ સુતરિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. પ્રારંભીક જાણકારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવે આપી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા આર.સી.એચ.ઓ ડો.ગૌત્તમ નાયક, જિલ્લા રોગચારા નિયનતરણ અધિકારી ડો.ચિંતન દેસાઈ, જિલ્લા ક્યું.એમ.ઓ. ડો.સ્વામી કાપડીયા, જિલ્લા આઈ.ઇ.સી.અધિકારી વિજય પંડિત, સપ્તધારાના તાલીમબદ્ધ સાધકો ડો.દક્ષેશ સોલંકી સહિત ૨૦થી વધુ આરોગ્ય કર્મીઓની ટીમ દ્રારા ખૂબ જ સુંદર રીતે તમામ ધારાઓની રજુઆત કરવામાં આવી હતી, જેને અમદાવાદ જિલ્લાના તાલુકા હેલ્થ ઓફિસરો, મેડિકલ ઓફિસરો સહિતના એનઆરએચએમ સ્ટાફ દ્વારા માણી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવે આવા સુંદર, અસરકારક, જન માનસમ પર ચોટદાર અસર કરે તેવા સુંદર પ્રેઝન્ટેશન બદલ સપ્તધારાની અમદાવાદ જીલ્લાની ટીમને અભિનંદન આપ્યા હતા અને સમગ્ર જિલ્લાની ટીમે આ સુંદર કાર્યક્રમ માટે  ખૂબ જ પ્રસંશા કરી હતી.
સમારંભના પ્રમુખ સ્થાનેથી સંબોધતા ડો.શૈલેષ સુતરિયાએ જણાવ્યું હતું કે સપ્તધારા ની વિવિધ કલાઓ દ્વારા જનસમુદાય માં આરોગ્ય ના સંદેશાઓ પહોંચાડી ને માતા મરણ ઘટાડી શકીશું. બાળ મરણ ઘટાડી શકીશું. તમામ બાળકો નું સંપૂર્ણ રસીકરણ કરવી શકીશું. માતાઓ કિશોરીઓનું પોષણ સ્તર સુધારી શકીશું. માતાઓને પાંડુરોગ થી મુક્ત કરી શકીશું. ઓછા વજન વાળા બાળકો  ન જન્મે અને તંદુરસ્ત બાળકો જન્મે તે માટેની જનજાગૃતિ તેમજ દીકરા દીકરી વચ્ચેના ભેદભાવ દૂર કરવા જનગગૃતિ કરાશે. રોગચારો અટકાવી શકીશું. પરિવાર કલ્યાણની જાણકારી થી સીમિત પરિવાર સુખ અપાર સમજાવીશું. માનસિક આરોગ્ય અને બીનચેપી રોગો ડાયાબીટીસ બી.પી. જેના માટેની જનજાગૃતિ કરાશે. આમ સપ્તધારા થી સ્વાસ્થ્ય ના સંદેશ ને ઘરે ઘરે ગુંજતો થશે. આરોગ્યના કાર્યક્રમોને લોકસમુદાય સુધી લઈ જવા માટે  સપ્તધરાઓ નું ખૂબ જ મહત્વનું પ્રદાન છે.


Share

Related posts

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ ભારત સરકારનાં કૃષિમંત્રીને પત્ર લખી કપાસની ખરીદી કરવા રાજપીપલામાં કેન્દ્ર ઊભું કરવામાં કરવામાં આવે તેવી માંગણી કરી હતી.

ProudOfGujarat

નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા મોંધવારીના મુદ્દે રેલી યોજી વિરોધ કરાયો.

ProudOfGujarat

ખેલ રત્ન અવોર્ડ હવે રાજીવ ગાંધીને બદલે ધ્યાનચંદના નામે અપાશે: PM મોદીએ કરી જાહેરાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!