Proud of Gujarat
GujaratFeaturedINDIA

લીંબડી કેળવણી મંડળ દ્વારા 60 લાખથી વધુ ખર્ચે તૈયાર થનાર બાળ મંદિર નું ભુમી પુજન કરી ખાતમુહૂર્ત કરાયું

Share

લીંબડી 31/10/2018
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી તાલુકાનું લીબડી કેળવણી મંડળ એટલે શૈક્ષણિક સંસ્થાઓનો મહેલ ત્યારે આજે લીંબડી કેળવણી મંડળ દ્વારા 60 લાખથી વધુ ખર્ચે તૈયાર થનાર બાળ મંદિર નું ભુમી પુજન કરી ખાતમુહૂર્ત કરાયું હતું
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકામાં આવેલ લીબડી કેળવણી મંડળ સંચાલિત બાળ મંદિર થી લઈને પ્રાથમિક, માધ્યમિક, અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને આઈ. ટી. આઈ. તેમજ કોલેજ જેવી અનેકો સંસ્થા ગ્રામ્યકક્ષાએ તેમજ તાલુકા સ્તરે ચાલી રહી છે ત્યારે આજે લીંબડી ખાતે નવા બાળ મંદિરના નિર્માણ માટે આ કેળવણી મંડળ દ્વારા 60 લાખથી વધુ ખર્ચે તૈયાર થનાર બાળ મંદિર નું ભુમી પુજન કરી ખાતમુહૂર્ત કરાયું ત્યારે આ કાર્યક્રમમાં મંડળ સંચાલિત તમામ શાળા કોલેજના પ્રિન્સિપાલો, શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યા હતા તેમજ આ મંડળનાં પ્રમુખ તેમજ ટ્રસ્ટી પ્રવિણભાઈ શાહ જેઓ હાલ રહેવાશી મુંબઈ, ભરતભાઈ શાહ અને મંડળનાં સહમંત્રી પ્રકાશભાઈ સોનીના વરદ હસ્તે ભુમી પુજન કરી ખાતમુહૂર્ત કરાયું હતું અને આ કામને લીલી ઝંડી આપી હતી. તેમજ આવનાર સમયે લીબડી ખાતે અંગ્રેજી માધ્યમની શાળા બનાવવાનું આહવાન કર્યું હતું

Advertisement

Share

Related posts

સુરત : પત્રકાર ઈસુદાન ગઢવીએ તક્ષશિલા અગ્નિકાંડ મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી : મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ.

ProudOfGujarat

હાંસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિવિધ પ્રકારની માંગણીઓ સાથે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા તાલુકા પંચાયત કચેરીના પટાંગણમાં તાલુકાના શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજી મામલતદાર શ્રી હાંસોટને આવેદન પત્ર આપ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર : માંડવા પાટીયા પાસે આરામ હોટલના કંપાઉન્ડ સ્થિત ન્યુ પટેલ ઓટોમોબાઈલની દુકાનમાંથી ડુપ્લીકેટ ઈંધણના જથ્થા સાથે વિક્રેતાને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!