Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર-વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

Share

આજરોજ વહેલી સવારે ભરૂચની એ.બી.સી. કંપનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર-વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા બી.પી.વી. લીગ અંતર્ગત એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લાના ફોટોગ્રાફર-વિડીયોગ્રાફર એસોસિએશનના સભ્યોની અલગ અલગ કુલ 10 ટીમો વચ્ચે 10-10 ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. એકતા ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન બાદ તમામ વિજેતા ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે જીગર રાજ, મનીષ પરમાર, સિદ્ધરાજસિંહ જાડેજા, વિપુલ પઢીયાર સહિત મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર-વિડીયોગ્રાફર એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : કન્યા કેળવણી મહોત્સવ અને આંગણવાડી પ્રવેશોત્સવ અંતર્ગત ૬૧૫૮ ભૂલકાંઓએ ૧૩૭૪ આંગણવાડી કેન્દ્રોમાં પ્રવેશ લીધો.

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા રોડ પર અજાણ્યા વાહનની ટકકરે ૪૦ વર્ષીય ઇસમનું મોત.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

ProudOfGujarat

ટિયર-2 નગરોએ ઈટીએફમાં વધુ રસ દર્શાવ્યો, 60% ઉત્તરદાતાઓને ઈટીએફ વિશે સારી સમજ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!