Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાપીમાં કપચી ભરેલી ટ્રક પલ્ટી ખાઈ ગઈ : ડ્રાઇવરનો આબાદ બચાવ

Share

વાપીના છરવાડાનજીક ભીલખાડી પર બનાવેલ પુલ પરથી ટ્રક ખાબકી વાપીમાં કપચી ભરેલ ટ્રક પુલ પરથી પલ્ટી મારી હતી.વાપીના છરવાડા ગામ નજીક આ ટ્રક ભીલખાડી પર બનાવેલ પુલ પરથી પસાર થઇ રહી હતી ત્યારે ટ્રક ડ્રાઇવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પુલ પરથી નીચે પલ્ટી મારી હતી. આ ઘટનામાં ટ્રક ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ ટ્રક ડ્રાઇવર કન્સ્ટ્રકશનનું કામ ચાલતું હોવાથી કપચી લઇને જઇ રહ્યો હતો. આ દરમિયાન આ ઘટના ઘટી હતી

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકાના પરનાળા ગામે મારામારીમાં 3 લોકો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

સુરત: પોલીસની દાદાગીરી : નાના વરાછામાં લારીવાળાને જવા દેવાની વિનંતી કરનાર વેપારીને કાપોદ્રા પોલીસે ઢોર માર માર્યો

ProudOfGujarat

સરકારી વહીવટી કાર્યને સંપૂર્ણ પેપરલેસ કરવા “ઈ-સરકાર” એપ્લિકેશન ૨૫ ડિસેમ્બરથી સંપૂર્ણપણે અમલી બનશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!