Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

મોટરસાયકલ ચોરી મામલે અંકલેશ્વર માં પોલીસ ને મળી મોટી સફળતા-મિકેનિક ની કરતુટ માં આવ્યા ચોંકાવનારા ખુલાસા અને મળી ગઇ ૬૦ થી વધુ ચોરીઓ મામલે સફળતા-જાણો મેકેનિક ની માઇન્ડેડ કરતુટ…!!!!

Share

 

Advertisement

અંકલેશ્વર શહેર પોલીસે ચોરીના ૧૪ મોટરસાયકલ તેમજ ૮ જેટલા વાહનોના છૂટા કરેલ સ્પેરપાર્ટ સાથે જીતાલી જકાત નાકા નજીક આવેલ બાપુનગર ઓવરબ્રિજ પરથી વાહન ચેકીંગ દરમિયાન ઈરફાન સુભાન શેખ નામ ના ઇસમની ૪ લાખ ૪૫ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે અટકાયત કરી વાહન ચોરીના રેકેટ નો પર્દાફાશ કરી મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.

અંકલેશ્વર માં વાહન ચોરીના ગુનાઓ અટકાવવા શહેર પોલીસ ના કર્મીઓ જીતાલી ઓવરબ્રિજ નજીક વાહન ચેકીંગમાં હતા દરમિયાન રાજપીપલા ચોકડી તરફ થી આવતા એક ઇસમને શંકા ના આધારે રોકી કડકાઇ થી પૂછપરછ કરતા મોટરસાયકલ ચોરી અંગે પોલીસ સામે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.

ગેરેજ ના મિકેનિક તરીકે કામગીરી કરતો અને ભંડારીની ચાલ.પોલીસ લાઈન પાછળ ઝઘડીયાનો રહેવાસી ઈરફાન શુભાન શેખ કંડમ હલતના ટૂ વ્હીલર વાહનોને પોતાના ઘરે ગેરેજમાં રીપેરીંગ માટે લાવી .જે પ્રકાર નું વાહન હોય તેવું વાહન પોતે ચોરી કરી લાવી તેના સ્પેરપાર્ટ(એન્જીન તથા ચેચીસ)નો ઉપયોગ રીપેરીંગમાં આવેલ વાહનોમાં કરી આર્થિક રીતે ફાયદો ઉઠાવતો હતો.પોલીસ સંકજામાં આવેલા ટુ વ્હીલર ચોર ઈરફાન શેખે અત્યાર સુધી ૬૦ થી વધુ વાહનોની ચોરી કરી હોકાની કબૂલાત કરી હતી.પોલીસે હાલ તો સમગ્ર મામલે આરોપીની અટકાયત કરી વાહન ચોરીની ઘટનામાં મોટી સફળતા પ્રાપ્ત કરી હતી..


Share

Related posts

લીમડી મા ભગવાન શિવ ની ભવ્ય શોભાયાત્રા નિકળી

ProudOfGujarat

ભરૂચ ઝાડેશ્વરની સર્વનમન વિદ્યામંદિરમાં સોખડાથી નવો સ્ટાફ મૂકી દેવાતા વિવાદ, વિદ્યાર્થીનીઓને લેવા વાલીઓએ દોડ મૂકી.

ProudOfGujarat

વરજાખણ મુકામે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!