Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

રાજસ્થાનના ઉદેપુર થી અપહરણ કરાયેલ ઈસમ ને સુરત ના પલસાણા નજીક થી પોલીસે છોડાવ્યો-૫ આરોપીને પિસ્તોલ સાથે ઝડપી પાડયા..

Share


રાજસ્થાન ના ઉદેપુર થી યતેન્દ્ર રાજપૂત નામના ઈસમ ની કેટલાક ઈસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.અપહરણ કરાયેલ ઇસમને ઉદેપુર થી મુંબઈ તરફ લઇ જવાતો હોવાની બાતમી સુરત પોલીસ ને મળતા પોલીસે પલસાણા ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હતી.

ને.હા.૪૮ પર વોચમાં ઉભેલ પોલીસે લાલ કલર ની સ્કોડા કાર નંબર RJ.27 CJ 7200 ને રોકી તેમાં થી અપહરણ કરાયેલ યતેન્દ્ર રાજપૂત ને છોડાવી પાંચ જેટલા ઇસમોની અટકાયત કરી હતી તેમજ અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો.પોલીસે ઝડપાયેલ ઈસમો પાસે પિસ્તોલ.રોકડ રકમ.તેમજ મોબાઈલ ફોન અને કાર સહિત નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો..

Advertisement

ઝડપાયેલ ઇસમોના નામ..
(૧)શિવરાજ નરેન્દ્રસિંહ ચારણ (રહે) તેલનખેડી-ઉદેપુર રાજસ્થાન

(૨)વીરેન્દ્ર સિંહ કેસરસિંહ રાજપુર (રહે) ચિતોડગઢ -રાજસ્થાન

(૩)કુલદીપ સિંહ નારણસિંહ ભાટી (રહે)ચિતોડગઢ-રાજસ્થાન

(૪)નરેન્દ્ર સિંહ કિશનસિંહ રાજપૂત(રહે)રાજસમદ રાજસ્થાન

(૫)રાહુલ સુરેશ ભાંભી (રહે)ચિતોડગઢ -રાજસ્થાન


Share

Related posts

ભરૂચ જીલ્લામાં મહોરમની જુલૂસ કાઢયા વિના શાંતિપૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat

દહેજ ગ્રીન ફીલ્ડ કેમિકલ્સ કોમ્પ્લેક્સમાં આવેલી SRF કંપનીના C-2 પ્લાન્ટમાં સલ્ફયુરિકએસિડની ટેન્કમાં બ્લાસ્ટ :1નું મોત,2 ઈજાગ્રસ્ત

ProudOfGujarat

વડોદરા જિલ્લા સેવા સદન કચેરીના ધારાસભા ખંડ ખાતે મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!