Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-દહેજની મેઘમણી કંપનીમાં વહેલી સવારે આગનો બનાવ,૧ નું મોત ૫ થી વધુ ઘાયલ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લાના દહેજ સેઝ વિસ્તારમાં આવેલ મેઘમણી ઓર્ગેનીક કંપનીના યુનિટ 3 માં આવેલ પ્લાન્ટ ખાતે આજ રોજ વહેલી સવારે રસાયણિક પ્રક્રિયા દરમ્યાન પ્લાન્ટમાં આગ ફાટી નીકળતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો,વહેલી સવારે લાગેલી આગ માં ૧ કામદાર નું મોત થયું હતું તેમજ ૫ થી વધુ કામદારો ઘાયલ થતા તમામ ને સારવાર અર્થે શહેર ની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .

Advertisement

હાલ પ્લાન્ટ માં આગ કયા કારણોસર આગ લાગી તે કારણ સ્પષ્ટ થયું નથી,ઘટના અંગેની જાણ દહેજ પોલીસ સહિત તંત્ર ના અધિકારીઓને થતા તેઓએ સ્થળ ઉપર પહોંચી મામલા અંગેની વધુ તપાસ હાથધરી છે,જાણવા મળ્યા મુજબ 2 કલાક ની ભારે જહેમત બાદ ૬ થી વધુ ફાયર ફાઇટર ની મદદ થી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.



Share

Related posts

સુરત ખાતે આવી પહોંચેલા કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતાપ સારંગીએ કહ્યું, જે લોકો વંદે માતરમ ન બોલી શકે તેવા લોકોએ દેશ છોડી દેવો જોઈએ.

ProudOfGujarat

ઝઘડિયાના ધોલીડેમમાં ૯૦ ટકા જેટલું હાઇ એલર્ટ, પાણી ભરાતા ઓવરફ્લો થવાની તૈયારી.

ProudOfGujarat

ભરૂચની એક શાળાએથી ઘરે પરત આવતી ત્રણ વર્ષની બાળકી સાથે ઇકો કારના ચાલકે શારીરિક અડપલા કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!