Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

કાલોલ પોલીસ દ્વારા મારૂતિ ફ્રંટી કારમા મોડેસ ઓપરેન્ડી થી લઈ જવાતો દારૂ-બિયર પકડાયો…

Share

કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ.એલ.ડામોરને મળેલ બાતમી આધારે પોલીસ સ્ટાફ સાથે આજે મલાવ ચોકડી પાસે પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે ગેંગડીયા ચોકડી તરફ થી આવતી મારૂતિ ફ્રંટી ઝેન નંબર જીજે ૦૧ એચ. ઈ ૬૬૯૫ ને રોકી તપાસ કરતા કારના ગેસ સિલિન્ડર માથી દારૂ બિયરના ટીન મળી આવ્યા હતા.તથા ડ્રાઇવર અને તેની બાજુ ની સીટને વ્યવસ્થિત રીતે કાપી અંદર દારૂની બોટલો ભરેલી મળી આવી હતી.પોલીસ પણ આ અપરાધીઓની મોડસ ઓપરેન્ડી જોઈ આશ્ચર્યમા પડી ગઈ હતી.પોલીસે ૩૫૬ ક્વાટર જુદી જુદી કંપનીઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂ. ૩૦,૨૮૦/ તથા બિયર ના ટીન નંગ ૨૪ કીંમત રૂ. ૨૪૦૦/તથા મારૂતિ ઝેન કારની કિંમત રૂ ૮૦,૦૦૦/ મળી કુલ રૂ. ૧,૧૨,૬૮૦/ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપીઓ ભરતભાઈ નગીનભાઈ પરમાર રહે લાલજીપુરા જી. વડોદરા તથા કાળુભાઈ બચુભાઈ મંડોડ રહે ગુલબાર. ગરબાડા જી. દાહોદ ને ઝડપી પાડયા છે.તથા દારૂ સપ્લાય કરનાર પ્રમોદ ઉર્ફ પરમત સુરાભાઈ આમલીયારા. રહે દેલતી . જી. જાંબુઆ મધ્ય પ્રદેશને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

રાજપીપળા : નર્મદાના ગામોમાં હોળી પર્વે જુદી જુદી હોળી પ્રગટાવતા ગામમાં એક જ મોટી હોળી પ્રગટાવવા વન વિભાગનો અનુરોધ.

ProudOfGujarat

માંડલમાં ગૌરીવ્રત ઉજવણી દરમિયાન આચાર્ય પરિવારે સામાજિક સમરસતાનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું…

ProudOfGujarat

લીંબડીમાં રમજાન મહિના અંર્તગત ઈફ્તાર પેકેટ મુસ્લિમ યુવાનો દ્રારા રોજદાને આપીને રોજા માસની ઉત્સવની ઉજવણી કરે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!