Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના પીરામણ નાકા થી લઈને સુરતી ભાગોળ વિસ્તાર સુધી થતા ટ્રાફિકના લઈને અંકલેશ્વર શહેર પોલીસને ફરિયાદ કરવામાં આવી….

Share

દિનેશભાઈ અડવાણી

હાલ દિન-પ્રતીદિન અંકલેશ્વરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે અંકલેશ્વરના એક જાગૃત યુવાન દ્વારા અંકલેશ્વરના પીરામણ નાકા થી લઈને સુરતી ભાગોળ વિસ્તાર રોડ પર થતા ટ્રાફિકની સમસ્યાને લઈને અંકલેશ્વર શહેર પોલીસને ફરિયાદ કરવામાં આવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ અંકલેશ્વરના પીરામણ નાકા થી લઈને સુરતી ભાગોળ વિસ્તાર રોડ પર મોટી ગોડાઉન આવેલી છે જેના કારણે ગોડાઉન ના મોટા-મોટા વાહનો રોડ ઉપર જ પાર્ક કરી દેવામાં આવે છે.જેના કારણે ઘણી બધી મુસીબતો ઊભી થતી હોય છે.રોડ સાંકડો હોવાના કારણે એમ્બ્યુલન્સ હોય કે પછી અંકલેશ્વર નગરપાલિકાનું ફાયર બ્રિગેડ તમામ વાહનોને જવામાં મુસીબત પડી રહી છે તકલીફ તો ઘણા લોકોને થતી છે પરંતુ આજરોજ એક જાગૃત યુવાન દ્વારા આ બાબતે અંકલેશ્વર શહેર પોલીસ ને અરજી કરવામાં આવી છે અને વહેલા તકે અંકલેશ્વર શહેર પોલીસ આ બાબત પર ધ્યાન આપે તેવી નમ્ર અપીલ સાથે જાગૃત નાગરિકે અંકલેશ્વર શહેર પોલીસને અપીલ કરી છે.

Advertisement


Share

Related posts

ત્રિવેણી સંગમ પર્વે શુકલતીર્થ ખાતે સત્યનારાયણ કથા અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન

ProudOfGujarat

ભરૂચ ખાતે MR.BHARUCH કોમ્પિટીશન યોજાઇ, બોડી બિલ્ડીંગ ક્ષેત્રે જોડાયેલા યુવાનોએ મેળવ્યા ખિતાબ.

ProudOfGujarat

ભરૂચ : એક્ટીવાની ડીકીમાંથી રોકડાં રૂપિયા તથા મોબાઇલ ફોનની ચોરી કરતા ઇસમને ઝડપી પાડતી એ ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!