Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળના આંબાવાડી ગામે પૂર્વ CRPF જવાનના ઘરે ખીલ્યું દિવ્ય ‘બ્રહ્મકમળ’ : દુર્લભ પુષ્પ ખીલતાં પરિવાર અને ગ્રામજનોમાં ખુશીની લહેર; નિહાળવા લોકો ઉમટ્યા

Share

 

વાંકલ: માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે દેશની સેવા કરી નિવૃત્ત થયેલા પૂર્વ CRPF જવાન ભરતભાઈ ચૌધરીના ગૃહાંગણે દુર્લભ ગણાતું ‘બ્રહ્મકમળ’ ખીલી ઊઠતાં પરિવાર સહિત સમગ્ર ગામમાં આનંદની લાગણી પ્રસરી છે.

Advertisement

ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓમાં બ્રહ્મકમળને પવિત્ર અને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે મોડી રાત્રિના સમયે ખીલતું આ પુષ્પ તેની સફેદ રંગની મનમોહક પાંખડીઓ અને આકર્ષક સૌંદર્ય માટે જાણીતું છે. રાત્રિના અંધકારમાં ધીમે ધીમે ખીલતું આ ફૂલ થોડા કલાકો બાદ કરમાઈ જતું હોવાથી તેને જોવા માટે લોકોમાં વિશેષ ઉત્સુકતા રહે છે.

આંબાવાડી ગામે ભરતભાઈ ચૌધરીના ઘરે બ્રહ્મકમળ ખીલ્યાના સમાચાર ફેલાતા જ સગાં-સંબંધીઓ તેમજ આસપાસના ગ્રામજનોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે પહોંચી દુર્લભ પુષ્પને નિહાળ્યું હતું.

પૂર્વ CRPF જવાનના ગૃહાંગણે ખીલેલું આ સુંદર પુષ્પ હાલ આંબાવાડી ગામ તેમજ આસપાસના વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બ્રહ્મકમળની એક ઝલક મેળવવા માટે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


Share

Related posts

ઝઘડિયાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી કોરોનાની વેક્સિનની જેમ “મોંઘવારી વેક્સિન” નું સંશોધન કરવા અપીલ કરી.

ProudOfGujarat

એ.પી.જે અબ્દુલ કલામ પુણ્યતિથિ: ક્લામના જીવનના સફરની એક મુલાકાત : પૂર્ણ કર્યું બાળપણનું સ્વપ્ન …

ProudOfGujarat

હાંસોટ પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!