Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાના પીસાદ ગામ  નજીક ઇથેલિન ઓક્સાઇડ ભરેલું ટેન્કર પલટી જતા હડકંપ : દહેજથી સાયખા GIDC જઈ રહેલું કેમિકલ ટેન્કર GJ-16-AV-1327 રસ્તા પર પલટ્યું, ફાયર ટેન્ડર અને બે ક્રેન સ્ટેન્ડબાય, માર્ગ સંપૂર્ણ બ્લોક

Share

 

વાગરા :

Advertisement

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પીસાદ ગામ નજીક આજે અત્યંત જોખમી ઇથેલિન ઓક્સાઇડ કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. દહેજથી ઇથેલિન ઓક્સાઇડ કેમિકલ ભરીને સાયખા GIDC સ્થિત જય કેમિકલ કંપનીમાં અનલોડ કરવા જઈ રહેલું GJ-16-AV-1327 નંબરનું ટેન્કર રસ્તા પર અચાનક પલટી ગયું હતું.

પ્રાથમિક માહિતી મુજબ ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. ટેન્કરમાં જોખમી કેમિકલ ભરેલું હોવાથી ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી હતી. વાગરા મામલતદાર, પોલીસ સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સુરક્ષાની દૃષ્ટિએ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અકસ્મત સ્થળે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે માર્ગ સંપૂર્ણપણે બ્લોક કરી દીધો હતો. વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોને અકસ્માત સ્થળ તરફ જવા દેવામાં આવતા ન હતા. ફાયર વિભાગનું ફાયર ટેન્ડર પણ સ્થળ પર સ્ટેન્ડબાય રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટેન્કરને સલામત રીતે હટાવવાની જરૂર પડે તો તાત્કાલિક કામગીરી કરી શકાય તે માટે બે ક્રેન પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

સદનસીબે પ્રાથમિક તબક્કે કોઈ જાનહાનિ કે ગંભીર કેમિકલ લીકેજની ઘટના સામે આવી નથી. જોકે, જોખમી કેમિકલ ભરેલા ટેન્કરના અકસ્માતને પગલે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી. જો અકસ્માત બાદ કેમિકલ લીકેજ થયું હોત તો આસપાસના વિસ્તારના લોકો તેમજ પર્યાવરણ સામે ગંભીર જોખમ ઊભું થઈ શક્યું હોત.

આ ઘટનાએ દહેજ-સાયખા ઔદ્યોગિક પટ્ટામાં જોખમી કેમિકલના પરિવહન અને જાહેર માર્ગો પર આવા ટેન્કરોની અવરજવર દરમિયાન અપાતી સુરક્ષા અંગે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ અને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.


Share

Related posts

ઝઘડીયાના માલીપીપર ગામે સિલિકા પ્લાન્ટના સિક્યુરિટી ગાર્ડ પર બે ઇસમોનો હુમલો.

ProudOfGujarat

લીંબડી તાલુકાના ચોરણીયા ગામે તળાવમાં પગ લપસી જતાં મહિલાનુ મોત નિપજયું

ProudOfGujarat

ભરૂચના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં 25 વૈદિક બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે 5 કુંડમાં શુક્લ યજુર્વેદનું ઘન પાઠ પારાયણ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યું છે.આ કાર્યમાં રોજના 100 શ્રી ફળ હોમવામાં આવે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!