Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકા લેન્ડ કમિટીએ ઘરવિહોણા પરિવારોની 777 પ્લોટ અરજીઓ ફગાવી :  મફત પ્લોટ માટેની અરજીઓ રદ થતાં વિરોધ, પુનઃતપાસ કરી પાત્ર લાભાર્થીઓને લાભ આપવા માંગ

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ તાલુકા લેન્ડ કમિટી દ્વારા ઘરવિહોણા પરિવારોને મકાન બનાવવા માટે મફત પ્લોટ ફાળવવા અંગેની 777 અરજીઓ નામંજૂર કરવામાં આવતા આ મામલે વિવાદ સર્જાયો છે. રદ કરાયેલી અરજીઓની પુનઃતપાસ કરી પાત્ર લાભાર્થીઓને મફત પ્લોટ ફાળવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ઘરવિહોણા પરિવારોને મકાન બનાવવા માટે સરકારી યોજના હેઠળ મફત પ્લોટ ફાળવવાની જોગવાઈ છે. તેમ છતાં ભરૂચ તાલુકા લેન્ડ કમિટીની 12 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલી બેઠકમાં 777 અરજીઓ નામંજૂર કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલે રજૂઆતમાં જણાવાયું છે કે, 1 મે 2017ના સરકારી ઠરાવના અર્થઘટનને લઈને પણ પ્રશ્નો ઊભા થયા છે. આ ઉપરાંત 10 જાન્યુઆરી 2025ની બેઠકમાં મંજૂર કરવામાં આવેલા 115 પ્લોટનો નિર્ણય પણ 12 સપ્ટેમ્બર 2025ની બેઠકમાં લાભાર્થીઓને સાંભળ્યા વિના રદ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

રજૂઆતમાં 777 રદ અરજીઓની ફરીથી ચકાસણી કરી પાત્રતા ધરાવતા પરિવારોને યોજનાનો લાભ આપવા, સંબંધિત ઠરાવમાં જરૂરી સુધારા કરવા તેમજ લેન્ડ કમિટીઓની કામગીરીની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

ઘરવિહોણા પરિવારોને મકાન માટે પ્લોટ ફાળવવાની યોજના સાથે સંકળાયેલા આ મામલે મોટી સંખ્યામાં અરજીઓ રદ થતાં હવે તંત્ર દ્વારા સમગ્ર પ્રકરણની પુનઃતપાસ કરવામાં આવે છે કે કેમ તેના પર નજર રહેશે.


Share

Related posts

અંકલેશ્વરનાં ભરણ ગામ ખાતે એક ખેત મજૂરના બાળક પર દીપડાએ હુમલો કરતાં સારવાર દરમિયાન મોત થયું.

ProudOfGujarat

મહેમદાવાદમાં ચાલુ બાઈકે ચાલકને એટેક આવતા હોમગાર્ડઝ જવાનોએ સીપીઆર આપી જીવ બચાવ્યો

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લા ૧૦૮ ની ટીમે ઝઘડિયાના ખાખરીયાની પ્રસુતાને ઘરે જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!