Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉત્રાણ સ્ટેશનને સેટેલાઇટ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ, 6 ટ્રેનોના સ્ટોપેજ એક મહિના માટે બંધ : સુરત–વડોદરા રેલવે સેક્શનમાં યાર્ડ રિમોડેલિંગ અને નવી EI સિસ્ટમનું કામ 28 સપ્ટેમ્બરથી શરૂ થશે

Share

 

ભરૂચ:

Advertisement

વડોદરા મંડળના સુરત–વડોદરા સેક્શનમાં ઉત્રાણ રેલવે સ્ટેશનને સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવાની દિશામાં યાર્ડ રિમોડેલિંગ તથા નવી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI) સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. આ કામગીરી તા. 28 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2026 સુધી ચાલશે.

કામગીરીના ભાગરૂપે ઉત્રાણ સ્ટેશનના ડાઉન પ્લેટફોર્મને કામચલાઉ ધોરણે ડિસ્મેન્ટલ કરવામાં આવશે. મુસાફરોની સુરક્ષા અને ટ્રેન સંચાલનની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ સમયગાળા દરમિયાન ઉત્રાણ સ્ટેશન પર 6 ટ્રેનોનું સ્ટોપેજ અસ્થાયી ધોરણે બંધ રહેશે.

રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે 28 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર દરમિયાન મુસાફરીનું આયોજન કરતી વખતે ઉત્રાણ સ્ટેશન પર ઉપરોક્ત ટ્રેનોનું સ્ટોપેજ નહીં હોય તે બાબતનું ધ્યાન રાખે. જરૂરિયાત મુજબ મુસાફરો નજીકના અન્ય સ્ટેશનો પરથી મુસાફરીનું આયોજન કરી શકશે.

ઉત્રાણ સ્ટેશનને સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવાની સાથે યાર્ડ રિમોડેલિંગ અને નવી EI સિસ્ટમની કામગીરી પૂર્ણ થયા બાદ સ્ટેશનની સંચાલન ક્ષમતા વધશે. સાથે જ રેલવે ટ્રાફિકનું સંચાલન વધુ કાર્યક્ષમ બનવાની તથા ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ મળવાની અપેક્ષા છે.

આ 6 ટ્રેનોનું ઉત્રાણ ખાતે સ્ટોપેજ નહીં રહે
59049 વલસાડ–વડોદરા પેસેન્જર
19101 વિરાર–ભરૂચ એક્સપ્રેસ
69109 સુરત–વડોદરા મેમુ
69111 સુરત–વડોદરા મેમુ
69171 સુરત–ભરૂચ મેમુ
19417 બોરીવલી–વટવા એક્સપ્રેસ


Share

Related posts

ભરૂચ-અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પર બે ફોરવ્હીલ અથડાતા અકસ્માત સર્જાયો : 4 ને પહોંચી ગંભીર ઇજા.

ProudOfGujarat

પાટણ જિલ્લાના રાધનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા

ProudOfGujarat

વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકા ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી નર્મદા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!