Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ખેલ મહાકુંભમાં PM શ્રી બોરસદ દેગડીયા શાળાનો ડંકો : તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં અંડર-17 કન્યાઓ દ્વિતીય, અંડર-14ની બંને ટીમ તૃતીય ક્રમે

Share

 

વાંકલ :

Advertisement

ગુજરાત સરકાર દ્વારા આયોજિત રમતગમતના મહાકુંભ સમા **‘ખેલ મહાકુંભ’**માં માંગરોળ તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં PM શ્રી બોરસદ દેગડીયા શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે.

તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં શાળાની અંડર-17 કન્યાઓની ટીમે દ્વિતીય ક્રમ મેળવી શાનદાર સફળતા હાંસલ કરી છે. આ સાથે ટીમની જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થતાં શાળા પરિવાર અને વાલીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

આ ઉપરાંત શાળાની અંડર-14 કન્યાઓની ટીમ તેમજ અંડર-14 કિશોરોની ટીમે પણ તૃતીય ક્રમ મેળવી શાળાની સિદ્ધિમાં વધારો કર્યો છે. બંને ટીમોએ સ્પર્ધા દરમિયાન ખેલદિલી અને ઉત્સાહપૂર્વક પ્રદર્શન કર્યું હતું.

વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ ગ્રામ સેવા સમાજ-વાંકલ તથા શાળા પરિવાર દ્વારા તમામ વિજેતા રમતવીરો અને તેમને માર્ગદર્શન આપનાર કોચને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામેલી અંડર-17 કન્યાઓની ટીમને આગામી સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.


Share

Related posts

ભરૂચ એલસીબી પોલીસે એસ.યુ.વી ગાડી માં લઇ જવાતો સુરત ના બુટલેગર નો દારૂ રાજપીપળા ચોકડી સર્વિસ રોડ પર ઝડપી પાડ્યો હતો.

ProudOfGujarat

માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે દશેરા પર્વ નિમિત્તે શસ્ત્રો પૂજન કરાયું.

ProudOfGujarat

કરજણ ધાવટ ચોકડી પાસે છોટા હાથી ટેમ્પોમાં આગ ભભુકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!