Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર શહેર રેલવે સ્ટેશન પાસે આવેલી અંજની ગેસ્ટ હાઉસ અને પ્રિન્સેસ હોટેલના દુકાનદારોને ટ્રાફિક અને ગટરની સમસ્યાઓને પગલે ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે…

Share

દિનેશભાઇ અડવાણી

અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ પ્રિન્સેસ હોટલ-અંજની ગેસ્ટ હાઉસ નજીક અવાર નવાર ગટરો ઉભરાવને પગલે સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓ હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે આ અંગે અનેકવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં ભરવામાં આવતા દુકાનદારોમાં તંત્ર સામે રોષ ભભૂકી રહ્યો છે તો બીજી તરફ આડેધડ પાર્ક કરવામાં આવતી રિક્ષા અને અન્ય વાહનો તેમજ ફ્રૂટની લારીઓને પગલે આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની રહી છે આ અંગે અવાર નવાર રજુઆત કરવા છતાં ઉદાસીન પોલીસ વિભાગ અને તંત્રને પગલે સ્થાનિક દુકાનદારો યાતનાઓ ભોગવી રહ્યા છે ત્યારે તંત્ર ત્વરિત યોગ્ય નિરાકરણ લાવે તેવી દુકાનદારો માંગ કરી રહ્યં છે.

Advertisement


Share

Related posts

સુરત કડોદરા રોડનાં વરેલી ગામ પાસે પરપ્રાંતીય મજૂરોએ વાહનો સળગાવી તોફાન કર્યું.

ProudOfGujarat

ભરૂચમાં સગીરા સહિત બે બહેનો સાથે ચપ્પુની અણીએ દુષ્કૃત્યનો પ્રયાસ ભરૂચ,

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે બિસ્માર માર્ગથી પરેશાન સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરાયો, તંત્ર સામે પ્રજાનો જન આક્રોશ જોવા મળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!