દિનેશભાઇ અડવાણી

સમગ્ર ભરૂચ પંથકમાં કાળઝાળ ગરમીનું વાતાવરણ જણાય રહ્યું છે.હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ગરમી સરેરાશ ૪૧ ડિગ્રી નોંધાય રહી છે.તારીખ ૨૨મી માર્ચ બાદ ભરૂચ પંથકમાં ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો હતો તે ધીમે-ધીમે હાલ ૪૦ ડિગ્રીની ઉપર પોહચી ગયો છે.આવી ગરમીના પ્રકોપના પગલે તેની સામાન્ય જનજીવન પર અસર સ્પષ્ટપણે જણાય રહી છે.આવી અસરોની વિગતો જોતા બપોરના સમયે રસ્તા સુમસામ થઇ જાય છે.એટલું જ નહિ પરંતુ ગરમીની બીમારી જેવીં કે માથું દુખવું,ચક્કર આવવા,નીચું લોહીનું દબાણ વેગેરેથી પીડાતા દર્દીઓની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે.આવનારા દિવસોમાં વધુ ગરમી વધે ત્યારે ભરૂચ વિસ્તારમાં રહેતા લોકોની હાલત ગરમીના પ્રકોપથી વધુ બગડે તેવી સંભાવના નકારી શકાતી નથી.લોકોએ આવી ગરમીમાં સાવચેતી રાખવાની જરૂર છે.શરીરમાં પાણીની કમી ના થાય તે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ.ગરમીમાં રાહત આપે તેવા ફળો ખાવા જોઈએ આવી અનેક બીજી સાવચેતી રાખવાથી ગરમીના પ્રકોપથી બચી શકાય છે.

LEAVE A REPLY