Proud of Gujarat
FeaturedGujaratINDIA

GPSC એક્ઝામમાં 1.60 લાખમાંથી 60% ઉમેદવાર ગેરહાજર રહ્યા, ઊંડાણમાં પુછાયેલા પ્રશ્નોએ મૂંઝવ્યા

Share

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી)ની ક્લાસ 1, 2 ની 102 જગ્યા માટે રવિવારે રાજ્યના 21 જિલ્લામાં પ્રાથમિક કસોટી લેવાઈ હતી, જેમાં 60 ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. ઉમેદવારોના મતે, આ વર્ષે કરન્ટ અફેર્સના પ્રશ્નો કોઈ પબ્લિકેશનની બુકમાંથી બેઠા પુછાયા ન હતા. ઉપરાંત સરકારી યોજનાઓના પ્રશ્નોમાં પણ ખૂબ જ ઊંડાણથી પ્રશ્નો પુછાયા હતા. જ્યારે સરકારી યોજનાઓમાં સરકારની સિદ્ધિઓની માહિતી પણ પેપરમાં પૂછવામાં આવી હતી. ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે, આ વર્ષનું પેપર પણ આગળનાં વર્ષો જેવું જ કડક રહ્યું છે.

મેથ્સના 5થી 7 પ્રશ્ન સમયના અભાવે મોટા ભાગના ઉમેદવારોએ છોડવા પડ્યા હતા. જે ઉમેદવારોએ કોઈ પબ્લિકેશનની બુકને આધારે કરન્ટ અફેર્સ તૈયાર કર્યા હતા, તે તમામ માટે અમુક પ્રશ્નો સરપ્રાઇઝ જેવા હતા. સામાન્ય રીતે કરન્ટ અફેર્સના પ્રશ્નો સ્કોરિંગ કરવા માટે સરળ હોય છે, પણ આ પેપરમાં કરન્ટ અફેર્સના પ્રશ્નોએ ઉમેદવારોને વિચારવા મજબૂર કરી દીધા હતા. બંધારણ, ઇતિહાસ, કલ્ચર વિષયના પ્રશ્નો સરળ રહ્યા હતા. જોકે પેપરમાં ઓવરઓલ મોટા ભાગના પ્રશ્નો ફેરવીને પુછાયા હતા. મેરિટ 130 થી 150 ની વચ્ચે રહેવાની શક્યતા છે.

Advertisement

Share

Related posts

પાલેજ ખાતે PCBL લિમિટેડ કંપનીએ “સ્વચ્છતા હી સેવા ” અભિયાન અંતર્ગત સફાઈ કામગીરી હાથ ધરી

ProudOfGujarat

ગોધરાનાં ધારાસભ્ય સી.કે. રાઉલજીએ રેમડીસીવીર ઇન્જેકશન મામલે સી.એમ વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી.

ProudOfGujarat

માંગરોળમાં ટી.ડી.ઓ નાં કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં કોંગ્રેસ આગેવાનોએ પ્રતિક ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!