Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ ખાતે રોડ રસ્તા ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની માંગ સાથે સ્થાનિકોનું ગ્રામ પંચાયત બહાર આંદોલન

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં આવેલ જવાહર બજાર તેમજ ગાંધી બજાર સહિતના આસપાસના વિસ્તારોમાં વસતા લોકો પોતાની પ્રાથમિક સુવિધાથી વંચિત હોય જેને પગલે હવે આંદોલનના માર્ગે ઉતર્યા છે, સ્થાનિકોએ આજે પોતાના ધંધા રોજગાર બંધ પાડી તંત્ર સામે આંદોલનનું રણસિંગુ ફુક્યું હતું, તેમજ તેઓની માંગણીઓ વહેલી તકે સંતોષવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી.

સ્થાનિકોનું જણાવવું છે કે ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયત સહિત લાગતા વળગતા તંત્રમાં અવારનવાર રજૂઆતો કરી છે, તેઓનું જણાવવું છે કે ગાંધીબજાર અને જવાહર બજાર વિસ્તારમાં છેલ્લા કેટલાય વખતોથી રસ્તાની હાલત બદતર બની ચુકી છે, તેમજ ખુલ્લી ગટરોની સમસ્યાઓ પણ રહેલ છે, તંત્રના ધ્યાન પર બાબત લાવવા છતાં આજદિન સુધી આ સમસ્યાનું નિરાકરણ લવાયું નથી, અગાઉ પણ સ્થાનિકોએ જે તે વિભાગમાં ધસી જઈ ઉગ્ર રજુઆત કરી હતી છતાં નિદ્રામાં રહેલું નેત્રંગ પંથકનું તંત્ર તેઓની રજુઆતને સાંભળતું નથી અને તેઓની સમસ્યાનો અત્યાર સુધી અંત આવ્યો નથી જેથી આજે તમામ સ્થાનિકો આંદોલન કરી રહ્યા છે.

આજરોજ નેત્રંગના ગાંધીબજાર વિસ્તાર, જવાહર બજાર વિસ્તાર સહિત આસપાસના સ્થાનિકોએ મોટી સંખ્યામાં ભેગા મળી ભારે સુત્રોચાર કર્યા તેમજ ગ્રામ પંચાયત સુધી રેલી યોજી તેઓની આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉચ્ચારી તંત્રમાં રજૂઆત કરી હતી.

Advertisement

Share

Related posts

દહેજ રોડ પરથી એક ખાનગી કોમ્પ્લેક્સ માંથી ₹6 લાખથી વધુના દારૂના જથ્થા સાથે ચાર શખ્સને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા આર્થિક નીતિ આરક્ષણ .મહિલાઓ પર અત્યાચાર. શિક્ષણ પર્યાવરણ. જેવા મુદ્દા ઉપર ડિબેટ યોજાઇ….

ProudOfGujarat

ભરૂચ : શ્રાદ્ધનાં દિવસો બાદ નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓ માટે રાજકારણીઓ વધુ સક્રિય બનશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!