Proud of Gujarat
FeaturedGujarat

રાઈટ ટુ એજ્યુકેશનનું ફારસ કે સરકારી નોટંકીના પગલે લોકો ત્રાહિમામ …

Share

દિનેશભાઇ અડવાણી

સરકારે રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે ભણતર મારો અધિકાર એવો એક નારો કે જુમલો ફેલાવતા અને તેનો અજબ ગજબનો પ્રચાર કરતા ભોળી જનતા પોતાના સંતાનોને ભણતરનો અધિકાર અપાવવા માટે સ્વાભાવિક રીતે સક્રિય બની.તેમાં જનતાનો વાંક નથી સોં કોઈ ઈચ્છે છે કે તેમનું સંતાન ભણે-ગણે અને નામાંકિત બને પરંતુ દરેક યોજનાઓમાં જેમ લોલીપોપ અપાય છે તેમ આ યોજનામાં પણ લોલીપોપ આપવામાં આવી છે .આ યોજનામાં અવ્યવસ્થા એટલા હદે વ્યાપી ગઈ છે કે માત્ર રોજના ૧૦૦ ટોકન આપવામાં આવે છે .જયારે અનેક ઘણા લોકો ટોકન મેળવવા કતારમાં હોય છે.પંચાયત પર કેટલીક વાર અવ્યવસ્થાના દ્રશ્યો સર્જાયા છે.ત્યારે લોકોની આ વિટામદ અને સમસ્યા વહેલી તકે દૂર થાય તેવી લોકમાંગ ઉભી થઈ છે.અત્રે નોંધવું રહ્યું કે કેટલાક દિવસો ઉપર આજ બાબતે લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ જે તે સમયે અધિકારીએ યોગ્ય કરીશુ એવો કોળીએ ગોડ વળગાવ્યો હતો .આ રજુઆત બાદ ઘણો લાંબો સમય વીતી ગયો તેમ છતાં હજી પણ આ વિકટ સમસ્યા અંગે કોઈ ઉકેલ આવેલ નથી જે દુઃખદ બાબત છે.

Advertisement

Share

Related posts

ભરુચના એક કેમિસ્ટે એક્ષપાયરી ડેટ વાળી દવા આપતા ત્રણ વર્ષના બાળકની તબિયત લથડી.

ProudOfGujarat

લીંબડીનાં આચાર્યપા વિસ્તારમાં ગણેશજીની મહા આરતી સાથે 151 જાતના અન્નકૂટનો ભોગ લગાવાયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ચાલતા કરોડા ના વિકાસ ના કામોમાં બેદરકારી ની ઉઠી બુમરાણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!