Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે મેડિકલ કેમ્પ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે આજરોજ બીજા મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

વણાકપોર ગામના વતની અને હાલ ભરૂચ ખાતે રહેતા મુનિરભાઇ રાજ દ્વારા અત્રે પ્રાથમિક શાળા ખાતે આ બીજા મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત કેમ્પમાં ડો.મોહશીન બક્ષ કોઠીવાલા, ડો.નાઝીમ બંગલાવાલા તેમજ ડો.આદિલ રાજ દ્વારા કેમ્પમાં આવેલ વિવિધ ૭૦ જેટલા દર્દીઓને તપાસીને તેઓને મફત દવાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે વણાકપોરના ઉપસરપંચ શકિલભાઇ સોલંકી, તાલુકા ભાજપા લઘુમતિ મોરચાના ઉપપ્રમુખ મયુદ્દિન સોલંકી, અગ્રણીઓ ગોવિંદભાઇ પટેલ, અલ્તાફ રાજ, રમીજ સોલંકી, સમીર સોલંકી, ફરીદ સોલંકી તેમજ ઝાકિર રાજ ઉપસ્થિત રહ્યા હતા, અને કેમ્પમાં સેવાઓ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે ગ્રામ્ય સ્તરે આ રીતના મફત મેડિકલ કેમ્પોના આયોજનથી ગરીબ જનતાને ઘર આંગણે નિશુલ્ક તબીબી તપાસ કરીને દવાઓ અપાતી હોઇ આવા કેમ્પ આવકાર્ય ગણાય છે. આ પ્રસંગે વણાકપોર ગામ અગ્રણીઓએ મુળ વણાકપોરના વતની એવા મુનિરભાઇ રાજ દ્વારા આ બીજા મફત મેડિકલ કેમ્પનું આયોજન કરાતા તેમની સેવાની ભાવનાને બિરદાવી હતી. તેમજ કેમ્પમાં સેવા આપનાર તબીબો પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરી હતી. મુનિરભાઇ રાજના જણાવ્યા મુજબ દર મહિને આવા મફત મેડિકલ કેમ્પ યોજવામાં આવશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં બાઇક ચોરીનાં વધતા બનાવો પોલીસ માટે પડકાર રૂપ : કેવડિયા પાસે SRP જવાનની બાઇક ચોરાઈ.

ProudOfGujarat

વડોદરામાં ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડનાર બે ઝડપાયા, ત્રણ વોન્ટેડ

ProudOfGujarat

અંકલેશ્વરમાં યુવાનિધિમાં વધુ વ્યાજની લાલચ આપી વિધવા સાથે 29 લાખની છેતરપિંડી કરનાર બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!