Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ એરોમા હોટલના કમ્પાઉન્ડમાં કાચનો સામાન ભરેલ ટ્રકની ચોરી કરનાર આરોપીની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ યુપીના ફિરોજનગરનો અને હાલ અંકલેશ્વરની કાશી કલકત્તા ટ્રાન્સપોર્ટમાં ટ્રક નંબર-જી.જે.05.બીવી 8839 ઉપર ચાલક તરીકે ફરજ બજાવતો નવાઝીશખાન અબ્દુલ ખાન ગુજરાત ગાર્ડિયન કંપનીમાંથી કાંચની પેટીઓ ભરીને બનારસ ખાતે જવા નીકળ્યો હતો.તે વેળા તેણે પોતાની ટ્રક અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ એરોમા હોટલમાં પાર્ક કરી રાતે ઉંધી રહ્યો હતો તે દરમિયાન ટ્રક સહીત કાંચની પેટીઓની ચોરી કરી કોઈ ઇસમો ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે 11.55 લાખના કાંચની પેટી અને આશરે 10 લાખની ટ્રક મળી કુલ 21.55 લાખની ચોરીની ફરિયાદ નોંધી હતી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે બાતમીના આધારે રાજપીપળા ચોકડી પાસે આવેલ વિશ્વકર્મા બોડી રીપેરીંગ વર્કશોપમાંથી ટ્રક સહિતના સામાન મળી કાપોદ્રા પાટિયા પાસેની રાધેપાર્ક સોસાયટીમાં રહેતા હેમરાજ લાલચંદ જાંગીદની અટકાયત કરી તેની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

જંબુસર તાલુકાના વડ ગામે ડો. બાબા સાહેબ આંબેડકર પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

ગોધરા : દર્શન કરવા નીકળેલા દંપતીને રામસાગર રોડ પાસે ડમ્પરે અડફેટે લીધા : પત્નીનુ મોત,પતિ ઘાયલ.

ProudOfGujarat

ડેડીયાપાડા : BTTS ના ગુજરાત પ્રમુખ ચેતર વસાવાની અટકાયત ના અહેવાલ : મામલતદાર કચેરીએ ફરી આવેદન આપશે !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!