વિનોદભાઇ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના ભરકોદ્રા ગામના આયોધ્યા નગર-2 સોસાયટીમાં રહેતા બ્રીજકિશોર વિશ્વકર્મા શનિવારના રોજ ગોપલનગર બસ સ્ટેન્ડ નજીક ભરાતા શનિવારી બજારમાં ગયા હતા તે દરમિયાન તેઓના શર્ટના ખિસ્સામાંથી પાકીટ તથા મોબાઈલની ચોરી કરી કોઈ ચોરી ફરાર થઇ ગયો હતો. તેઓએ બનાવ અંગે જીઆઇડીસી પોલીસ મથકે ૧૫ હજારથી વધુના મુદ્દામાલની ચોરીની ફરિયાદનોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે પાકીટ અને ફોનની ચોરી કરનાર સુરતના કોસાડ ખાતે રહેતા સલમાન મહેમુદ પટેલ અને અનીશ સબીર શેખને ઝડપી પાડી તેઓ પાસેથી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY