દિનેશભાઇ અડવાણી

નર્મદા ગુજરાતની જીવાદોરી છે એમ કહેવાતું હતું.ગુજરાતના પાણીના અનેક પ્રશ્નોના ઉકેલ નર્મદા નદીના પાણીથી જ આવશે એવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે અમાસ પછીના બીજા દિવસે દરિયાની ઓટના સમયે નર્મદા નદીના પાણીના સેમ્પલ લેવાયા .તેમાંથી ચોંકવનારી વિગત બહાર આવી કે નર્મદા નદી દરિયામાં પરિણમી ચુકી છે.ડેમ પછીની ૧૬૧ કિલોમીટર લાંબી નદીની આસપાસના વિસ્તારોની સ્થિતિ પર્યાવરણ,જૈવિક વિવિધતા અને માછીમારો સામે જોખમકારક સાબિત થઇ રહી છે .નર્મદા બારમાસી નદી છે .તેમ છતાં નદીના કિનારાના શેહરોના ગટરોના પાણી અને દરિયાનું પાણી અંદર સુધી પ્રવેશી ચૂક્યું છે જે હવે બાર જતું નથી. આ ઉપરાંત અંકલેશ્વર,ઝઘડિયા,પાનોલી અને દહેજ ઔદ્યોગિક વિસ્તારમાંથી નીકળતું પ્રદુષિત પાણી નર્મદા નદીમાં દરિયા નજીક છોડવામાં આવે છે .જેના પગલે પણ પરિસ્થિતિ જોખમ કારક બને છે.ડાઉનસ્ટ્રીમમાં નદીને જીવંત રાખવા ડેમ માંથી પાણી છોડવું જરૂરી છે .પરંતુ હવે ૪૦૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવું પડશે એમ આજે માં નર્મદા સંગમ અધિકાર યાત્રા પત્રકાર પરિષદમાં જણાવાયું હતું.આ પત્રકાર પરિષદ શ્રીનિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવી હતી.આ પત્રકાર પરિષદમાં સ્વાતિ દેસાઈ ,પાર્થ ત્રિવેદી ,પર્યાવરણ સુરક્ષા સમિતિ,કમલેશ મઢીવાળા,રેખાબેન માછી,સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ જયેશ પટેલ ,બદ્રીભાઈ જોશી,નર્મદા પ્રદુષણ નિવારણ સમિતિ,હરીશ જોશી ,જીવરાજ પટેલ ,ભરૂચ સિટીઝન કાઉન્સિલ ,સલીમ પટેલ,હરેશ પરમાર ,પ્રકૃતિ સુરક્ષા મંડળ,એમ.એસ.એચ.શેખ,બ્રેકીંગ વોટર રિસર્ચ સમિતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY