Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : ડાકોર બસસ્ટેશન તરફના રસ્તા પર ગંદકીથી રાહદારીઓ પરેશાન.

Share

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર જ્યાં રણછોડરાય ભગવાનના દર્શનાર્થે બસમાં મુસાફરી કરીને આવતા યાત્રિકો, વિદ્યાર્થીઓ અને સીનીયર સીટીઝનનો આવતા હોય છે. ત્યારે બસ સ્ટેન્ડ પાસે આવેલ માર્ગમાં ગંદકીને કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

ડાકોર બસ સ્ટેન્ડમાં પ્રવેશ કરતા જ ખાડા અને પાણીથી ભરેલા ખાબોચિયા જોવા મળે છે. જેના કારણે યાત્રિકોને જાનહાની થવાનો ભય સેવાઈ રહ્યો છે. આ બાબતે ડાકોર એસટી ડેપો મેનેજરનો સંપર્ક સાધતા તેમણે ડાકોર નગરપાલિકામાં લેખિત જાણ કરવામાં આવી છે, તેમજ ડાકોર પોલીસ સ્ટેશનમાં દબાણ બાબતે પણ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

નેત્રંગ, ડેડીયાપાડા, વાલિયા, અને ઝધડીયા તાલુકાનાં ખેડૂતોને જલ્દી ખાતર મળે તેવી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ શેરખાન પઠાણએ માંગ કરી.

ProudOfGujarat

દહેજ મરીન કમાન્ડો નીકળ્યો બુટલેગર, હજારોના વિદેશી શરાબના જથ્થા સાથે પોલીસે કરી બે ની ધરપકડ

ProudOfGujarat

રાજ્યમાં ઠંડીના પગલે ભરૂચના વિસ્તારોમાં તાપણાનો સહારો લેતા નગરજનો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!