Proud of Gujarat
UncategorizedFeaturedGujaratHealth

૫૫ વર્ષની ઉંમરે મળ્યું નવું જીવનદાન.જાણો કેવી રીતે?

Share

દિનેશભાઇ અડવાણી

તારીખ ૧૪-૪-૧૯ ના રોજ સત કૈવલ આઈ હોસ્પિટલ સારસાપુરી દ્વારા મોતિયા તથા આંખની લગતી અન્ય સમસ્યા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં ભરૂચના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં રહેતા ભાવનાબેન અનિલભાઈ વજા જેમને જન્મથી એટલેકે નાનપણથીજ દેખાતું ન હતું.ભાવનાબેન આંખનો ઈલાજ કરાવવા માટે અમદાવાદ,વલસાડ,નવસારી વગેરે જગ્યાએ જઈ આવ્યા હતા પરંતુ બધા ડોક્ટરોએ ના પડી દીધી હતી.

Advertisement

ભાવના બેનને સત કૈવલ આઈ હોસ્પિટલ સારસાના ૧૯ માં કેમ્પની જાણ થતા ભાવનાબેન ત્યાં પોહચી ગયા હતા .જ્યાં ડોક્ટરોએ તેમની પેહલા પ્રાથમિક તપાસ કરી ત્યારબાદ ડોક્ટરોએ ઓપરેશન કરવાની હા પાડી હતી.ઓપરેશન સફળ રહ્યું હતું અને ભાવના બેનને ૫૫ વર્ષની ઉંમરે દેખાતું થયું છે.સત કૈવલ આઈ હોસ્પિટલ સારસાના ડોક્ટરોની આ સેવાકીય અનોખી સિદ્ધિએ ભાવના બેનને ૫૫ વર્ષની ઉંમરે નવું જીવનદાન આપ્યું છે.


Share

Related posts

ભરૂચ : નર્મદા નદીની સપાટીમાં સતત વધધટ થઈ રહી છે.

ProudOfGujarat

નવા વર્ષના પ્રારંભે લોકો પર મોંઘવારીનો માર, CNG અને PNG ના ભાવમાં વધારો થયો

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે ૭ વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કરનાર ઈશમ ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી…….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!