દિનેશભાઇ અડવાણી

તારીખ ૧૪-૪-૧૯ ના રોજ સત કૈવલ આઈ હોસ્પિટલ સારસાપુરી દ્વારા મોતિયા તથા આંખની લગતી અન્ય સમસ્યા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં ભરૂચના કબીરપુરા ખત્રીવાડ વિસ્તારમાં રહેતા ભાવનાબેન અનિલભાઈ વજા જેમને જન્મથી એટલેકે નાનપણથીજ દેખાતું ન હતું.ભાવનાબેન આંખનો ઈલાજ કરાવવા માટે અમદાવાદ,વલસાડ,નવસારી વગેરે જગ્યાએ જઈ આવ્યા હતા પરંતુ બધા ડોક્ટરોએ ના પડી દીધી હતી.

ભાવના બેનને સત કૈવલ આઈ હોસ્પિટલ સારસાના ૧૯ માં કેમ્પની જાણ થતા ભાવનાબેન ત્યાં પોહચી ગયા હતા .જ્યાં ડોક્ટરોએ તેમની પેહલા પ્રાથમિક તપાસ કરી ત્યારબાદ ડોક્ટરોએ ઓપરેશન કરવાની હા પાડી હતી.ઓપરેશન સફળ રહ્યું હતું અને ભાવના બેનને ૫૫ વર્ષની ઉંમરે દેખાતું થયું છે.સત કૈવલ આઈ હોસ્પિટલ સારસાના ડોક્ટરોની આ સેવાકીય અનોખી સિદ્ધિએ ભાવના બેનને ૫૫ વર્ષની ઉંમરે નવું જીવનદાન આપ્યું છે.

LEAVE A REPLY